ઉત્તમ શિક્ષણ વગર - TopicsExpress



          

ઉત્તમ શિક્ષણ વગર ઉત્કૃષ્ટ સમાજ ન બની શકે. ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. પ્રવેશ ઉત્સવમાં લાખોનો ધુમાડો કરનારી સરકાર અનેક શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યાં ભરતી મહોત્સવ કરે. પી.ટી.સી, સી.પી.એડ, અને ડી.પી.એડના શિક્ષકો ૧૯૯૮ થી કામ કરે છે તેને ફાજલ ગણી રક્ષણ આપવું જોઈએ. જે પાકિસ્તાન સરહદ પર ગોળીબાર કરે છે તે પાકિસ્તાનના ડેલીગેટ્સને રીવરફન્ટ જોવા બોલાવે છે પરંતુ રીવરફન્ટના ઝુપડાવાળાને શિક્ષણ મળે છે કે કેમ? તે જોવાની સરકારને ફુરસદ નથી. નાના બંદરોના વિકાસને મહત્વ અપાતુ નથી. ફિંગરપ્રિન્ટના નામે રેશનકાર્ડના ધારકોને અત્યંત મુશ્કેલી ભોગવવી પડે છે. અલંગના શિપ બ્રેકીંગ પ્લોટની નીતિ વર્ષોથી આ સરકાર નક્કી કરતી નથી. અલંગ ખાતે થી કરોડો રૂપિયા સરકાર કમાય છે પરંતુ સ્થાનિક મજદુરો કે ઇન્ફાસ્ટ્રકચર માટે ખર્ચ કરાતો નથી. કચ્છ જીલ્લામાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે ત્યારે કચ્છી બોલતા શિક્ષકોને નોકરીમાં પ્રાધાન્ય આપવું જોઈએ. કચ્છના લખપત, કોટેશ્વર, જખૌ અને મલેરડી જેવા બંદરોનો વિકાસ કરવો જોઈએ. નખત્રાણાની કોલેજને ગ્રાન્ટેડ બનાવવી જોઈએ. કચ્છમાં દર ૧૦ કિલોમીટરે એક સરકારી અથવા એક ગ્રાન્ટેડ હાઈસ્કુલ હોવી જ જોઈએ. વિધાનસભામાં શિક્ષણ, બંદરો અને નાગરિક પુરવઠા વિભાગની માંગણીઓ પર ચર્ચામાં ભાગ લેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે ઉત્તમ શિક્ષણ વગર ઉત્કૃષ્ટ સમાજનું સ્થાપન ન થઈ શકે. ચાણક્ય એ કહ્યું છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા હેં” એટલેકે જે શિક્ષક થઈ જાય એ સાધારણ ન હોય એમ નહી પરંતુ અસાધારણ બુદ્ધિમત્તા દ્વારાવતા વ્યક્તિ જ શિક્ષક બની શકે. આમ શિક્ષણનું અતિ મહત્વ હોવા છતા ગુજરાતમાં શિક્ષકોને પુરતો પગાર અપાતો નથી અને માત્ર ૫૩૦૦ રૂપિયાના ફિક્સ પગારમાં શિક્ષકોને નોકરી આપવામાં આવે છે. ગુજરાત હાઈકોર્ટે આ ફિક્સ પગારએ યુવાનોનું શોષણ છે અને આ કેવા પ્રકારનું વાઈબ્રન્ટ ગુજરાત? એમ કહીને સરકારને પુરો પગાર ચુકવવા આદેશ આપેલો હોવા છતા ગુજરાત સરકાર સુપ્રિમ કોર્ટમાં મેટર દાખલ કરીને ગુજરાતના શિક્ષકોને માત્ર ૫૩૦૦નો ફિક્સ પગાર આપે છે જેના કારણે શિક્ષણ કથળતું જાય છે. શાળા પ્રવેશ મહોત્સવના નામે લાખો રૂપિયા બરબાદ કરનાર ગુજરાત સરકાર પર ટીકા કરતા શ્રી ગોહિલે કહ્યું હતુ કે ગુજરાતમાં અસંખ્ય શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. સરકારી શાળામાં આચાર્યો, નિરંતર શિક્ષણ અધિકારીઓ અને એજયુકેશન ઇન્સ્પેકટર (EI) ની વર્ગ-૨ ની અસંખ્ય જગ્યાઓ ગુજરાત સરકાર ભરતી નથી માટે પહેલા ખાલી જગ્યાઓ ભરવાનો ભરતી ઉત્સવ કરવો જોઈએ અને પછી પ્રવેશ ઉત્સવના નાટકો બંધ કરવા જોઈએ. કચ્છ જીલ્લામાં સૌથી વધારે શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને તેમાં પણ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાઓમાં અનેક એવી શાળાઓ છે કે જ્યાં પ્રેક્ટીકલી જીરો શિક્ષક છે. કચ્છમાં કચ્છી બોલી શકતા હોય તેવા શિક્ષકોને મેરીટમાં ૧૦% માર્ક વધારે આપીને પ્રાથમિક શિક્ષક તરીકે ભરતી કરવા જોઈએ જેથી કચ્છમાં કાયમી હાજર રહે તેવા શિક્ષક પણ મળશે અને કચ્છી ભાષાનું જતન પણ થશે. ગુજરાતમાં શિક્ષકોને છઠ્ઠા પગાર પંચના મુજબ મકાન લોન, ભથ્થા વિગેરીના જે લાભો અપાયા નથી તે તાત્કાલિક આપવા જોઈએ. ગુજરાતમાં આર.ટી.ઈ. ના કાયદા મુજબ ખાનગી શાળાઓ માં ગરીબ વિદ્યાર્થીઓ ને શિક્ષણ આપવાનું કે એડમિશનમાં પૈસા લેવાનું દુષણ અટકાવવા માટે કશુંજ કરવામાં આવ્યું નથી. આર.ટી.ઈ. ના કાયદામાં થી શિક્ષણનું વ્યવસાયિકરણ કરનારને છુટ મળે તેવા પરિપત્રો ગુજરાતની સરકારે કરીને શિક્ષણમાં ભષ્ટાચારને પ્રોત્સાહન આપવાનું પાપ કર્યું છે. ગુજરાતમાં એન્જીનીયરીંગ અને પોલીટેકનીક કોલેજોમાં પ્રિન્સિપાલની ૭૫%, પ્રોફેસરની ૯૦% અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ૭૧% તથા લેકચરરની ૭૪% જેટલી જગ્યાઓ ખાલી છે. આમ ગુજરાતમાં તેજસ્વિ વિદ્યાર્થીઓ છે પરંતુ તેને ભણાવવા માટે પ્રોફેસરો ખાલી હોવાના કારણે ગુજરાતના એન્જીનીયરને ક્યાય નોકરીઓ મળતી નથી. આજ કારણોસર આજે ગુજરતમાં ૧૧૩૦૫ એન્જીનીયરો બેરોજગાર સરકારના ચોપડે લખાયેલા છે. ૧૯૯૫ કરતા ૪ ઘણા વધારે બેકાર એન્જીનીયરો આજે સરકારના ચોપડે લખાયેલા છે. અબડાસા વિસ્તારએ ખુબજ મોટો અને પછાત વિસ્તાર છે. આ ત્રણ તાલુકાના વિસ્તારમાં સરકારી ગ્રાન્ટેડ કોલેજોની તેમજ સરકારી માધ્યમિક શાળાઓ ની અત્યંત જરૂરિયાત છે. નખત્રાણા ખાતે આવેલી કોલેજ સરકારે તાત્કાલિક ગ્રાન્ટેડ કોલેજ તરીકે જાહેર કરવી જોઈએ. સરકારના તમામ નીતિ નિયમો પરિપૂર્ણ થતા હોવા છતા નખત્રાણાના બાદની કોલેજોને ગ્રાન્ટેડ કોલેજ તરીકે સરકારે મંજુરી આપી છે જયારે નખત્રાણાની કોલેજ ને ગ્રાન્ટેડ કોલેજ તરીકે મંજુરી આપવામાં આવી નથી. પી.ટી.સી, સી.પી.એડ, અને ડી.પી.એડના શિક્ષકો ૧૯૯૮ થી કામ કરે છે તેને ફાજલ ગણી રક્ષણ આપવું જોઈએ. સમગ્ર દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાત રાજ્ય પાસે ૧૬૬૩ કિલોમીટરનો છે અને સમગ્ર ગુજરાતમાં સૌથી લાંબો દરિયાકિનારો કચ્છ જીલ્લા પાસે ૩૫૨ કિલોમીટરનો એટલેકે ૨૩% દરિયાકિનારો આવેલો છે. આ દરિયાકિનારા પર નાના બંદરોના વિકાસ માટે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવાની અતિઆવશ્યકતા છે. ઈ.સ પૂર્વે કચ્છના બંદરેથી મેસોપોટેમીયા થી લઈ ને યુરોપના દેશો સાથે વેપાર થતો હતો. કોરી ખાડી પર લખપત અને કોટેશ્વર, બોચા ખાડી પર મુંદ્રા, અને ગોડિયા ખાડી પર જખૌ બંદર આવેલા છે. કંડલા બંદરની કુદરતી સ્થિતિ સૌથી સલામત બંદર તરીકેનું સ્થાન કંડલાને આવે છે. કંડલા અને મુંદ્રા બંદરના જ માત્ર વિકાસ તરફ ધ્યાન આપીને નાના બંદરોની અનદેખી ન કરી શકાય. માછીમારી માટે મરેલડી બંદર વિકસાવવાની અત્યંત જરૂરિયાત છે. એક લકડીવાળી હોડી અને મશીન વગર ચાલતી હોડીઓ ને માછીમારી માટે બારે માસ પરવાનગી આપવામાં આવતી હતી તે મુજબ તેમને પરવાનગી મળવી જોઈએ જખૌ બંદર પર ૪૦ વર્ષથી ઝુપડામાં રહેતા માછીમારોને પરેશાન કરીને તે જમીન મરીન પોલીસને અને બી.એસ.એફ. ને આપવાના બદલે બાજુમાં જ સરકારી પડતર છે તેમાં બી.એસ.એફ. અને મરીન પોલીસને જગ્યા આપવી જોઈએ. અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ગુજરાત સરકારને ખુબ મોટી આવક આપે છે. પરંતુ ભષ્ટાચારના કારણે શિપ બ્રેકરોની પોલિસી બનાવવામાં આવતી નથી અને શિપ બ્રેકરોના પ્લોટને એક-એક વર્ષની મંજુરી આપવામાં આવે છે જેથી યોગ્ય વિકાસ થતો નથી. અલંગ ખાતે જેટી બનાવવાની દરખાસ્ત લાંબા સમયથી પેન્ડીંગ છે. અલંગ માંથી મેળવેલી આવકના ચોક્કસ ટકા અલંગના મજદુરોના કલ્યાણ માટે ઇન્ફાસ્ટ્રકચર માટે વાપરવાની હાઈકોર્ટની સુચના છતા સરકાર આ અંગે કશુંજ કરતી નથી. ગુજરાતમાં બિલો પોવર્ટી લાઈન (BPL) ના કાર્ડ સાચા ગરીબને મળવાના બદલે મળતિયા શ્રીમંત લોકો BPL કાર્ડ લઈને ફરે છે. ફિંગર પ્રિન્ટના રેશનકાર્ડ અને કોમ્પ્યુટર રાઈઝેશનના નામે સામાન્ય માણસને ખુબ મોટી હાડમારી ભોગવવી પડે છે. ફ્રુડ કુપન ઉપરના ફિંગરપ્રિન્ટનું વેરિફિકેશન સર્વર ડાઉન રહેતા હોવાના કારણે થતું નથી અને પરિણામે ગરીબ માણસને રાશન મળતું નથી અને વિનાકારણે રેશનીંગ શોપ ડીલર અને રેશનકાર્ડ હોલ્ડર વચ્ચે ઝગડાઓ થાય છે. રેશન શોપ ચલાવનાર માણસને યોગ્ય કમિશન માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ભષ્ટાચાર કરવાની રેશન શોપ ડીલરને ઈચ્છા જ ન થાય. shaktisinhgohil/press-release/press-note-guj-dt21072014-on-education/
Posted on: Mon, 21 Jul 2014 11:34:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015