Bhavesh Valambhiya Go To The Temple Of The Lord Of The Fruit Of - TopicsExpress



          

Bhavesh Valambhiya Go To The Temple Of The Lord Of The Fruit Of The Note In Such Matters ? મંદિરમાં જાઓ તો ભગવાન પાસે ફળ મેળવવા આટલી બાબતો ધ્યાન રાખજો! હિન્દુધર્મ કુદરતના કણ-કણમાં ભગવાનને જુએ છે. આ આસ્થાથી જ દેવી-દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. એટલા માટે જ મંદિરો મન, વિચારઅને વ્યવહારને પવિત્ર અને ભગવાન સાથે જોડનારીઊર્જા આપનારી શક્તિસ્થાન પણ માનવામાંઆવે છે. દરેક દેવી-દેવતા વિશેષ શક્તિ સાધના માટે પૂજનીય છે. દેવ ઉપાસનાથીકાર્ય વિશેષને સાધવા માટે બુદ્ધિ અને વિવેક મેળવવાની આસ્થાથી જ ભક્તને દેવાલય સુધી ખેંચી લાવે છે. જો કે દેવશક્તિ સાથે જોડાયેલીઆ શ્રદ્ધા અને આસ્થા બધુ જ સંભવ કરી દેનારી હોય છે. એટલા માટે એ પણ જરૂરી છે કે દેવાલયમાં પહોંચી દેવ દર્શનની મર્યાદાનું પાલન થાય. અહીં બતાવેલ મંદિરમાં દેવી-દેવતાઓના દર્શનની રીતને માત્ર પોતાની સાથે જ બીજાની પણ દેવ આસ્થા ખંડિત થતા બચાવશે,પણ બીજાને પણ ધર્મ આચરણ માટે પ્રેરિત કરશે. જાણોદેવતાના દર્શન દરમિયાન શું કરવું અને શું નહીં..... મંદિરમાં પ્રવેશ કરતી વખતે જ ધીમા અવાજે ઘંટ વગાડો જેથી મોટા અવાજે બીજાનું દેવધ્યાન ભંગ નથાય. દર્શન કરતી વખતે સૌથી પહેલા દેવતાના ચરણોમાં નજરને કેન્દ્રિત કરો. પછી ભગવાનના વક્ષસ્થળ કે છાતી ઉપર મનને લગાવો અને છેલ્લે દેવ મૂર્તિના નેત્ર ઉપર દ્રષ્ટિ સાધી તેમના સંપૂર્ણ સ્વરૂપને આંખો અને હૃદયમાં ઊતારો. દેવમૂર્તિ ઉપર દૂરથી ફૂલને ન ફેંકો, પણ તેમનાચરણ કમળોમાં પોતે કે પુજારી દ્વારા અર્પિત કરો. એમ શક્ય ન હોય તો ભેટ થાળીમાં પૂજા સામગ્રી રાખી શકો છો.
Posted on: Tue, 02 Jul 2013 07:44:18 +0000

Recently Viewed Topics




© 2015