Narendra Modi Will Visit To Japan Toji Temple Prime Minister - TopicsExpress



          

Narendra Modi Will Visit To Japan Toji Temple Prime Minister Narenddra Modi Tour To Japan 2014 જાપાનમાં નરેન્દ્ર મોદી આ પગોડામાં નમાવશે શીશ, શું છે તેનું મહત્વ ? વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જાપાનના ક્યોટો શહેરની મુલાકાત લોવાના છે જે મંદિરોની નગરી તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જે મંદિરના દર્શન કરવા માટે નરેન્દ્ર મોદી જવાના છે તે છે ટોજી મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને તેની વિશેષતાઓ પણ અનોખી છે. જાપાનની ધર્મ નગરીમાં સૌથી પ્રસિદ્ધ ટોજી મંદિરમાં નરેન્દ્ર મોદી સવાર-સવારમાં મુલાકાત લેશે. ટોજી મંદિર જાપાનની સૌથી જૂની ઓળખસમુ છે. ટોજી મંદિરને ત્યાંની ભાષામાં પગોડા કહે છે. આ ટોજી પગોડા જાપાનની સૌથી જૂની ઈમારત છે. જાપાનમાં બૌદ્ધ ધર્મની ઓળખ સમી આ ઈમારત નવમી શતાબ્દીમાં તૈયાર કરવામાં આવી હતી. જે રીતે ભારતમાં વારાણસી ધાર્મિક સિટી છે એવી જ રીતે ક્યોટો પણ બૌદ્ધ ધર્મની નગરી છે અને અહીં પણ લગભગ 1500થી વધુ બૌદ્ધ ધર્મ મંદિરો આવેલા છે. અહીં પરંપરા અને સંસ્કૃતિનું સમિશ્રણ આ શહેરમાં છે. આ પગોડાનું નિર્માણ 826ના વર્ષમાંમાં થયું હતું. પરંતુ ચાર વાર વીજળી પડવાને લીધે આ ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી અને બળીને રાખ થઈ ગઈ હતી. પરંતુ તેને છેલ્લીવાર 1644માં છેલ્લી વાર બનાવવામાં આવી હતી. દેશ-વિદેશના અનેક બૌદ્ધ ધાર્મિકો અહીં આવે છે સાથે જ આ સૌથી જૂની ઈમારતોમાં સામેલ હોવાથી અનેક પર્યટકો પણ અહીં મુલાકાત લેતા રહે છે. આ પગોડામાં બુદ્ધની ચાર મૂર્તિઓ છે. નરેન્દ્ર મોદી અહીં જાપાનના વડાપ્રધાન સાથે સવારે સાડા નવ વાગ્યે મુલાકાત લેશે. આ પગોડાની સાથે જ નજીકમાં જ આવેલ છે તોઈજી મંદિર. જાપાનમાં તોઈજીનો અર્થ છે પૂર્વનું મંદિર. આ મંદિરને પણ 7-8મીં સદીમાં બનાવવામાં આવી હતી. જે સૌથી જૂનું છે. અહીં બૌદ્ધ ધર્મ ચીનના માર્ગે પહોંચ્યો હતો તે અહીંના લોકો સારી રીતે જાણે છે કે જ્યારે અહીં નરેન્દ્ર મોદી મુલાકાત લેશે તો ચોક્કસ ઉત્સાહનો માહોલ જામશે. ટોજીની અન્ય વિશેષતાઓઃ- -ટોજી આંખોને ભાષે તેવી સુંદર ઈમારત છે જે 57 મીટર(180-ફૂટ) છે. -પાંચ માળના પગોડાનું બાંધકામ 1695માં થયું હતું. -ક્યોડોમાં આ સૌથી જૂની લાકડાની ઊંચી ઈમારત છે -15 ઓરિજનલ બુદ્ધની મૂર્તિઓ જેનું નિર્માણ 8-9 શતાબ્દિમાં કરવામાં આવ્યું હતું. COURTSY DIVYA BHASKAR WEB
Posted on: Sat, 30 Aug 2014 12:09:19 +0000

Trending Topics



r>
Holiday Deals ++ Clive Barkers Jericho - Playstation 3 Christmas
I want to be in a relationship where... She can wear my large
JR Central will operate Seasonal Express "Ise" between Nagoya and
In the fall, I organize an event called Bras for a Cause (Seoul).

Recently Viewed Topics




© 2015