અમેરિકા નું દૈનિક છાપું - TopicsExpress



          

અમેરિકા નું દૈનિક છાપું ન્યુયોર્ક ટાઈમ્સ ના વખાણ બહુ સાંભળ્યા હતા. પણ આપણાં ભારત ના અને અમેરિકા ના છાપા નો તફાવત બહુ ખબર નહીં. ગયા વર્ષે મારી ન્યુયોર્ક ની બીઝનસ ટ્રીપ માં મિટિંગ પૂરી થયા બાદ લગભગ 3 કિલો વજન નું મેગેઝીન જોયું. ઉપર લખ્યું હતું ન્યુયોર્ક ટાઈમ્સ. ત્યારબાદ તે કંપની ના CEO પાસે થી મે માહિતી મેળવી જે નીચે મુજબ હતી. આ એક 700 પાનાં નું દૈનિક અખબાર છે. તેની રવિવાર ની પૂર્તિ માં 746 પાનાં હોય છે, મતલબ 700 +746 = 1446 પાનાં નું. અખબાર નું વજન કરવામાં આવે તો અંદાજે 3 કિલોગ્રામ જેટલું થાય છે આ અખબાર 6 વિભાગ માં વહેચાયેલું હોય છે. પહેલા માં સમાચાર, બીજામાં લગ્ન સંબંધી જાહેરાતો, ત્રીજા માં કળા અને ફિલ્મ અવલોકન, ચોથા માં વેપાર અંગે ના સમાચાર અને લેખો , પાંચમા માં ખેલકૂદ અને છઠા માં ન્યુયોર્ક ટાઈમ નામનું મેગેજીન હોય છે. જેમાં વાર્તાઓ, કવિતાઓ, તથા નવી નવી માહિતી હોય છે. આ સાંભળી હું દંગ જ રહી ગયો, મે તેની પાસે પાછલા અઠવાડીયા ના બધા અખબાર જોવા માંગ્યા, બધા માં તારીખ ચેક કરી ત્યારે વિશ્વ બેઠો કે તે ભાઈ સાચું કહે છે. ત્યારે મને લાગ્યું કે આપણે મહાસતા નું સપનું જોઇયે છીએ પણ આપણાં બધા પ્રેસ રેપોર્ટરો એક અઠવાડિયું એકજ અખબાર માટે સમાચાર ભેગા કરે તો પણ 700 પાનાં થઈ શકે નહીં. અને બધા લેખકો અને કવિઓ ભેગા મળી ને રચના કરે તો પૂર્તિ ના 746 પેજ થાય નહીં. મને તો પહેલો વિચાર એ આવ્યો કે 2.5 ડોલર નું અખબાર છે .પણ પસ્તી માં 25 થી 30 રૂપિયા આરામ થી મળી રહે.
Posted on: Fri, 25 Jul 2014 09:16:57 +0000

Recently Viewed Topics




© 2015