એક ડોક્ટરે ગરીબ કન્યાના - TopicsExpress



          

એક ડોક્ટરે ગરીબ કન્યાના કપાળે કંકુનો સૂરજ ઉગાડયો kabhi kabhi : by devendra patel ડો ક્ટર સાહેબ ! આ છોકરી લગ્ન કરવા જેવડી થઈ ગઈ છે. પણ એનો હાથ કોણ પકડશે ? ૧૪ વર્ષની દીકરીના કપાયેલા હોઠ દર્શાવતાં છોકરીની માએ કહ્યું: મારી છોકરીને જન્મજાત ખોડ છે. જન્મથી જ એના હોઠ કપાયેલા છે. એ મોટી થશે તો એની સાથે લગ્ન કોણ કરશે? વડનગર નાગરિક મંડળ દ્વારા ચાલતી હોસ્પિટલમાં એક યુવાન ડોક્ટર સામે આ કેસ આવ્યો હતો. નવા સવા જોડાયેલા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર તબીબે છોકરીના ચહેરાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને કહ્યું: તમારી દીકરીના કપાયેલા હોઠ ઠીક કરવા માટે તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્લાસ્ટિક સર્જરી કરાવવા તમારે અમદાવાદ જઈ કોઈ પ્લાસ્ટિક સર્જનને બતાવવું પડશે. પેલી સ્ત્રીએ કહ્યું: સાહેબ, અમે ગરીબ છીએ. અમારી પાસે અમદાવાદ જવાનું ભાડું પણ નથી. ઓપરેશનના પૈસા ક્યાંથી લાવીશું ? આવનાર મહિલાની ગરીબી અને એની દીકરીના અંધકારમય ભાવિની ચિંતા ડોક્ટરે નીરખી લીધી. sandesh/article.aspx?newsid=2981495
Posted on: Tue, 02 Sep 2014 06:02:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015