એક હાઉસ વાઈફ નો પોતાની - TopicsExpress



          

એક હાઉસ વાઈફ નો પોતાની ઓળખ વ્યક્ત કરતો પત્ર .... પ્રતિ શ્રી , હા, બાજુના રૂમ માં થી જ આ પત્ર લખી રહી છું અને તમને વાંચનારા ઓને અવશ્ય આશ્ચર્ય થશે , કારણ હજુ હમણાં જ મારા હાથની ચા પી ને તમે લોકો મેચ જોવા બેઠા છો , હા ઉચ્ચ શિક્ષણ લીધેલ હોવા છતાં સ્વેચ્છાએ મેં ઘર સંભાળ્યું, અલબત્ત વધુ તો આર્થિક રીતે માણસો પરવડે નહિ એવું સમજાવી થોપી દેવાયું , એમ પણ કહી શકાય . પણ સ્વભાવે લાગણીશીલ હોઉં મેં બહુજ સરળતા થી અને સચ્ચાઈ થી આ બધું આનંદ થી સ્વીકાર્યું . પતિ તરીકે ના અધિકારો ભોગવતા તો તને આવડ્તાજ હોઈ તું તારી જિંદગી અને અન્ય વ્યવહારો કે શોખ પ્રમાણે આનંદ થી ઉજવતો રહ્યો . ત્યાં સુધી તો ઠીક છે પણ આપણો દીકરો પણ અજાણતાજ ( જે હું ક્યારેય નહોતી ઈચ્છતી ) વ્યવહારમાં તારી પ્રતિકૃતિ બની રહ્યો . આજે સવારે જ કોઈ વાત વાતમાં તમે બન્નેએ મને વચમાં દખલ ન કર, અમને ખબર પડે છે. તું શાંતિ થી તારું કામ પતાવ .... આવું કહેતા સતત એક વિચાર મારા દિલ દિમાગ પર અથડાય છે અને દિવસ પૂરો થવામાં છે પણ મને ચેન નથી પડતું . હું મારી ઓળખ શોધવા લાગી ગઈ છું. અને અચાનક મને મારા અભ્યાસ કાળના દિવસો યાદ આવ્યા, પર્સનટેઈજ ની હોડ તો ત્યારે પણ હતી, કમ્પલસરી સબ્જેક્ટ ના માર્ક્સ ઉમેરાતા નહિ, માત્ર પાસ થવું જરૂરી હતું, પણ એ વાંચવા લાયક , વિચારવા લાયક હોવા છતાં અમે એ છોડી દેતા.... યસ્સ્સ્સ ! મને મારો અર્થ સમજાયો ! મારી , એક હાઉસ વાઈફની આપણા સમાજમાં શું કિંમત છે ??? અને એટલેજ હું કોણ છું ? નો જવાબ છે -- :હું એટલે પર્સન્ટેઈજ માં નહિ ઉમેરાતા કમ્પલસરી સબ્જેક્ટ નું એક વાચવા લાયક ચેપ્ટર: લીખીતન - શક્તિ પૂજા કરી સ્ત્રીઓને અશક્ત બનાવી દેનાર દંભી સમાજ ની એક હાઉસવાઈફ.
Posted on: Thu, 03 Oct 2013 11:27:54 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015