કવિતા વિશે કવિતા – દિલીપ - TopicsExpress



          

કવિતા વિશે કવિતા – દિલીપ ઝવેરી બળતી મીણબત્તીને ફૂંક મારી કોઈ બહાર થંભેલા અંધકારને કહે ‘આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી.’ એમ કવિતા બોલાવે ‘તારું બધું ઓલવીને આવ હવે ખોવા જેવું કંઈ નથી.’ ખોવાયેલું ગોતતાં મળી જાય તે કવિતા ન હોય પણ ખોવાયલાનેય જે મળી શકે તે કવિતા.
Posted on: Sun, 16 Nov 2014 06:51:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015