દિલ્હી જ નહિ, લગભગ બધા - TopicsExpress



          

દિલ્હી જ નહિ, લગભગ બધા શહેરોમાં મધરાતે બેફામ બાઈક ચલાવતા બાબુડિયાઓનો ત્રાસ છે અને જગતના કોઈ સભ્ય દેશમાં આવું ચલાવી લેવાની છૂટ નથી. ગુજરાતના બધા જાણીતા શહેરોમાં મેં આ અનુભવ જાતે કરેલો છે. આમાંના કેટલાક પપ્પાએ કાર આપી હોય પણ સંસ્ક્રાર ના આપ્યા હોય એવા વંઠેલ અમીરજાદાઓ હોય છે અને કેટલાક પોલિસ આપણા બાપની સમજનાર ઉઠીયાણ લાઈનબોય હોય છે. મોટે ભાગે તો પોલીસ મનમોહનમોડમાં મૂક સાક્ષી બની તમાશો જોતી હોય છે. મધરાતે બે-ત્રણ વાગે ચોરી પે સીનાજોરીની જેમ વરસને વચલે દહાડે રોકવા ગયેલી પોલીસ પર દિલ્હીમાં પથ્થરમારો કર્યો, એમાં પોલીસ ગોળીબારમાં એક ઢળી પડ્યો, એમાં શોક (ખેદ) કરતા આવા રીતસરના ત્રાસવાદી જંકીપંકીને શોક ( આંચકો ) લાગે એ વધુ જરૂરી છે. આ દેશના ગેરશિસ્તથી ફાટીને ધુમાડે ગયેલા અળવીતરા સીનરિયા જડબાતોડ જવાબ સિવાય સીધા ચાલે એમ નથી. કાશ,મીડિયા આ બાબતે ઓછું એક્ટીવિઝ્મ દાખવે ને પોલીસ ગામે ગામ આવું જ કડક કરીને આવા અડબંગ આતંકીઓને પાઠ ભણાવવા વધુ એક્ટીવિઝ્મ દાખવે.... :P
Posted on: Sun, 28 Jul 2013 17:15:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015