“ભગવાન શ્રીકૃષ્ણે પણ - TopicsExpress



          

“ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં ક્ષત્રિયના સ્વાભાવિક ગુણોનું વર્ણન કરેલું છે અને તેના આ ગુણો કાયમને માટે ટકી રહે એવો આગ્રહ પણ રાખેલો લાગે છે.” જગતના મહાન ઇતિહાસવિદોએ સર્વસંમતિ સાથે એક વિધાનને માન્યતા આપી છે કે, “જે જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રનો ઇતિહાસ નાશ પામે છે તે જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રનું બહુ જલદી પતન થાય છે.” એનું કારણ ઇતિહાસ પ્રેરણા આપવાવાળો હોવાથી, પ્રેરણાસ્ત્રોત નાશ થવાથી લોકોને પોતાની જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રના ભવ્ય, દિવ્ય અને ઊચ્ચ આદર્શો અને સિધ્ધાંતોથી વંચિત રહેવાનું થાય છે અને એ સ્થિતિ તેના પતનને માટે જવાબદાર બને છે. ઇતિહાસ એ લોકોને પોતાનાં કુળ, જ્ઞાતિ કે સમાજના ભવ્ય, દિવ્ય અને ઊચ્ચ આદર્શો અને સિધ્ધાંતોનું ભાન કરાવનારો મહત્વનો પ્રેરણાસ્ત્રોત ગણાય છે. આ અત્યંત મહત્વનો પ્રેરણાસ્ત્રોત નાશ ન પામે તે માટે જે તે જ્ઞાતિ, સમાજ કે રાષ્ટ્રના લોકોએ તકેદારી રાખવી જોઇએ અને જીવની માફક તેનું જતન કરવું જોઇએ. આપણી મેર જ્ઞાતિ અત્યંત ભાગ્યશાળી છે. એનું કારણ આપણી પાસે છાતિ કાઢીને સમાજને બતાવી શકાય એવો ગૌરવવંતો ઇતિહાસ છે. સમાજની અન્ય જ્ઞાતિઓની તુલનાએ આપણી જ્ઞાતિ અત્યંત નાની હોવા છતાં ખુમારી, ખમીરતા, ખાનદાની, દિલેરી, દાતારી અને ભકિતનું અમાૃતસમું ધાવણ ધાવીને જગતની સામે અણમોલ આદર્શ ઊભો કરનારાં નથી. આ દૃષ્ટિએ અન્ય જ્ઞાતિઓ કરતાં આપણી જ્ઞાતિ શ્રીમંત છે. ઔતિહાસિક વારસાની દૃષ્ટિએ આપણે આટલા સમૃધ્ધ, આટલા શ્રીમંત હોવા છતાં પરંપરાથી ચાલ્યા આવતા તેજસ્વીતા, શૌર્ય, સાહસ અને પરાક્રમ જેવા નૈર્સિગક કાંતો સ્વાભાવિક ગુણની બાબતે આપણે ગરીબ હોઇએ એવો અહેસાસ થયા કરે છે. આપણ ઘણા સુરેલા (!) ભાઇઓ અવાર નવાર આ લખનાર સમક્ષ એવો સવાલ કરતા હોય છે કે, “ભરતભાઇ! હવે સમય બદલાયો છે, હવે લડવા-ઝઘડવા નો જમાનો નથી. ભણી-ગણીને ઊચ્ચ હોદો મેળવવો અને જીવનનો વિકાસ કરવો એ આજના સમયની માંગ છે, માટે તેજસ્વીતા, શાર્ય, સાહસ અને પરાક્રમને કંઇ અર્થ નથી!” આવું કહેનારની ખરેખર દયા ખાવી જોઇએ. ભગવાન શ્રીકૃષ્ણે પણ ગીતામાં ક્ષત્રિયના સ્વાભાવિક ગુણોનું વર્ણન કરેલું છે અને તેના આ ગુણો કાયમને માટે ટકી રહે એવો આગ્રહ પણ રાખેલો લાગે છે ત્યારે આપણા ખીમજીભાઇને એ ગુણો તદન નિરર્થક લાગે છે! આ ખરેખર તેની બુધ્ધિનું દેવાળું જ છે ! ક્ષત્રિયમા ંથી તેના સ્વાભાવિક ગુણો ખલાસ થાય છે ત્યારે સમાજ નિર્માલ્ય બને છે એ હકીકત કયારેય વિસરાવી ન જોઇએ, પરંતુ ક્ષત્રિય વર્ણમાં જેનો સમાવેશ થાય છે તેવી આપણી મેર જ્ઞાતિમાંથી તેજસ્વીતા, શૌર્ય, સાહસ અને પરાક્રમ જેવા તેના સ્વાભાવિક ગુણો ખલાસ થતાં રહ્યા છે તે એક મોટામાં મોટી કમનસીબી છે. આપણે જોઇએ છીએ કે જગતમાં આસુરીવૃતિ અને દૈવીવૃતિનો ઝઘડો અનાદિકાળથી ચાલતો રહેલો છે. આમાં કોઇ વખત આસુરવૃતિ પ્રભાવી થતી જોવા મળે છે. તો કોઇ વખત દૈવીવૃતિ પ્રભાવી થઇ માલુમ પડે છે. જયારે ભોગવાદ ચરમસીમાએ પહાચે છે ત્યારે આસુરીવૃતિનો વિજય થાય છે. અને સમાજમાં અનૈતિક કૃત્યોનું પ્રાબલ્ય વધે છે. આવા સંજોગોમાં માનવ સભ્યતા અને સંસ્કૃતિને પુનઃપ્રસ્થાપિત કરવા માટે, જેનામાં શૌર્ય અને પરાક્રમ હોય અથવા તો જે યુયુત્સુવૃ તિ ધરાવતો હોય એવા ક્ષત્રિય વર્ગની અત્યંત આવશ્યકતા રહે છે. �્યારે જો આ વર્ગ નહીં રહયો હોય અર્થાત તે વર્ગ પોતાના સ્વાભાવિક ગુણો ખોઇ બેઠો હશે તો સમાજનું અધઃપતન નિશ્ચિત છે એમ માનવામાં કોઇ હરકત રહેતી નથી. આપણા શાસ્ત્રકારોએ કહયું છે તે મુજબ અબળા, બ્રાહ્મણ, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રનું રક્ષણ કરવું એ ક્ષત્રિયની પરમ પવિત્ર ફરજ બની રહે છે. જયારે અબળાઓની ઇજજત ખતરામાં હોય, બ્રાહ્મણ પર અત્યાચાર થતા હોય, ધર્મ ખાડે ગયો હોય, સંસ્કૃતિ આંસુ સારતી હોય અને રાષ્ટ્ર પર આપત્તિના ઓળા ઊતરેલા હોય ત્યારે એમાંથી તેમને ઊગારવાનું બીડું કોણ ઝડપશે? (૨) ક્ષત્રિય તરીકે ઓળખાવનારા આપણે જો એ સમયે સિંહગર્જના નહીં કરીએ તો આપણે આપણા વીર પૂર્વજોને પંથે ચાલીએ છીએ એવું કયા મોઢે કહી શકીશું? આપણે કેવળ ભણી-ગણીને મોટા બારિસ્ટર થવાનું જ નથી, બલ્કે ક્ષત્રિય તરીકેના આપણા સ્વાભાવિક ગુણોનું મૂલ્ય સમજીને આપણો વિકાસ કરવાનો છે. જો એમ નહીં કરીએ તો પછી આપણા અને માજનમાં ફરક છે એમ આપણે કેવી રીતે કહી શકીશું? માટે આપણામાં ક્ષત્રિય તરીકેના સ્વાભાવિક ગુણો હોવા જ જોઇએ અને તે મેળવવા માટેની ખરી પ્રેરણા ઇતિહાસમાંથી મળે છે. એથી જ આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા દરેક ઘરમાં હોવો અત્યંત જરૂરી છે. મારે અહીં અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા દરેક ભાઇઓ પૈસા મેળવવા માટે આંધળા બનીને દોડતા રહેલા છે, પરંતુ એમને પોતાના સ્વાભાવિક ગુણોની લેશમાત્ર પરવા નથી. આપણા આગેવાનો પણ એ બાબતે તદન ઊદાસીન રહયા છે. આપણે પૈસા કમાવા જ જોઇએ. એની સામે મારો વાંધો નથી, પરંતુ આ આંધળી દોડધામમાં, આગવી ઓળખ કરાવનારા આપણા જે સ્વાભાવિક ગુણોનું ધોવાણ થતું રહયું છે તેની સામે લાલબત્તી ધરવાની મારી નેમ છે. મતલબ કે જે બાબતને આપણે મુખ્ય સ્થાન આપવું જોઇએ તેને આપણે તદન ગૌણ માનીને ઘોડી દીધી છે અને જેનું સ્થાન ગૌણ હોવું જોઇએ તેને આગલે ગાડે બેસાડી દીધી છે! આપણા આગેવાનો અને મોટા ભાઇઓ જો આ અંગે વિચાર નહીં કરે અને આપણા ઇતિહાસને એના ઊત્કૃષ્ટ રૂપમાં તૈયાર કરીને ઘરે ઘરે પહાચાડવાનું અભિયાન હાથ નહીં ધરે તો આપણા સ્વાભાવિક ગુણો આપણી ભાવિ પેઢીના લોહીમાં ઊતારવાની બાબતે આપણે નિષ્ફળ રહીને તેના પર ઘોર અન્યાય કરવાનું પાપ માથે ચડાવીશું. આગળ આપણે જોયું તેમ ધર્મ, સંસ્કૃતિ વગેરેનું રક્ષણ અને સંવર્ધન કરવું તે આપણી પવિત્ર ફરજ બને છે.પરંતુ જયાં આપણે આપણા �ુદનું રક્ષણ અને અને સંવર્ધન કરવામાં અસમર્થ છીએ ત્યાં ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધનની તો વાત જ કયાં રહી ? છેલ્લા દોઢેક દાયકાથી હું જોતો આવ્યો છું કે સરકારી તંત્ર, જુદા જુદા ક્ષેત્રના અધિકારીઓ તેમજ પોલીસખાતા તરફથી આપણી જ્ઞાતિ પર ખોટી રીતે અન્યાય અને અત્યાચાર થતો રહેલો છે અને તેને આપણે મુંગે મોઢે સહન કરતા રહેલા છીએ! આ બતાવે છે કે આપણા નૈર્સિગક કાંતો સ્વાભાવિક ગુણો ખલાસ થયા છે. અન્યાય અને અત્યાચારની સામે અપ્રતિમ જેહાદ જગાડનારા આપણા વીર પૂર્વજો કયાં અને સરકારી તંત્રના એક સામાન્ય નોકરડાનાં ભયંકર અપમાનો સહન કરીને મુંગે મોઢે બેસી રહેનારા આપણે કયાં? કયાં ગઇ આપણી મર્દાનગી? કયાં ગયું આપણું પરાક્રમ? કયાં ગયું આપણું ધગધગતું લોહી? આનો જવાબ આપણી પાસે નથી. પરંતુ હકીકતમાં પહાચાડવાની બાબતને લક્ષમાં ન લીધી તેનું આ માઠું પરિણામ છે. આપણી જ્ઞાતિમાં સંખ્યાબંધ લોકો એવા છે કે જેઓનો સમાવેશ કરોડોપતિમાં થાય છે. આવા શ્રીમંત લોકોએ પોતાની કમાણીનો અમુક ભાગ કાઢીને તેનો ઊપયોગ આપણા ઇતિહાસના નવસર્જન, પ્રકાશન અને વિતરણમાં કરવો જોઇએ. આવા અત્યંત ઊમદા અને ટોચનું મહત્વ ધરાવતા કામમાં જે પોતાની કમાણીનો હિસ્સો આપતો નથી તેના રૂપિયાને કંઇ અર્થ નથી, તેનું ધન ધૂળ સમાન છે, તેની સંપતિ આસુરી સંપતિ છે. આવા લોકો કરોડો રૂપિયા ધરાવતા હોય છતાં તેને શ્રીમંત કે મોટા કહી શકાતા નથી. ખરેખર તો આપણી જ્ઞાતિના દરેક માણસે પોતાની શકિત પ્રમાણે ઇતિહાસના નવસર્જન અને પ્રકાશન માટે દાન આપવું જ જોઇએ. અરે! જે નિર્ધન હોવા છતાં આવા કાર્યમાં દાન આપે છે તે સ્વર્ગથી પણ આગળ રહેનારો છે. એક શ્લોકમાં કહેવાયું છે કે, આ લોકમાં બે પુરૂષો સ્વર્ગથી પણ આગળ રહેનારા છે : “પ્રભુશ્ચ ક્ષમયા યુત્તમે દરિદ્રશ્ચ પ્રદાનવાન” એક અતિ પૈસાદાર હોવા છતાં દયાળુ અને બીજો નિર્ધન હોવા છતાં દાન આપનારો. આપણે હવે વાસ્તવિક સ્થિતિ તરફ ઊચિત લક્ષ આપીને આપણી ભાવિ પેઢીમાં આપણા સ્વાભાવિક ગુણો સંકાત થાય તેમજ અને ગૌરવવંતા ઇતિહાસનું નવસર્જન, પ્રકાશન અને વિતરણ અંગેના સંન્નિષ્ઠ પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. ***
Posted on: Thu, 04 Jul 2013 06:20:21 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015