વિદ્યાર્થી મિત્રો, છ - TopicsExpress



          

વિદ્યાર્થી મિત્રો, છ મહીના અગાઉ “મન્ડે મ્યુઝિંગ્સ” મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન ચાલુ કર્યુ હતું. આ મેગેઝીન ચાલુ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ આ મેગેઝીનનો ઉપયોગ કરી શકતા ન હતા અથવા તો તેઓને સાયબર કાફે અથવા અન્ય કોઇ જગ્યાએ થી ઓનલાઇન મેગેઝીનની પ્રિન્ટ કઢાવવી પડતી હતી જેનો ખર્ચ ખુબ વધી જતો હતો. મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન લોંચ કર્યાના છ મહીના બાદ આજરોજ અમારા દ્વારા આ મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેવાનું મુખ્ય કારણ ભારતીય પોસ્ટ સેવા દ્વારા આ મેગેઝીનની ડિલીવરી કરવામાં વિલંબ થવો અથવા તો અમુક વિદ્યાર્થીઓને મેગેઝીનની ડિલીવરી મળતી ન હોવાનું છે. કુલ વિદ્યાર્થીઓમાંથી 7-8% વિદ્યાર્થીઓને આ મેગેઝીન મળતું ન હતું અને તેઓ દ્વારા અમોને આ બાબતની ફરિયાદો મળતી હતી. અમારા દ્વારા તે બધી ફરિયાદો પોસ્ટ વિભાગને સોંપવામા આવતી હતી પરંતુ પોસ્ટ વિભાગ દ્વારા ફરિયાદોનું યોગ્ય નિકાલ ન થયો હોવાથી ઉપરોક્ત નિર્ણય લેવાની અમોને ફરજ પડી છે. આ બાબતની ફરિયાદ અમારા દ્વારા જીલ્લા કક્ષાએ, રિજીયોનલ પોસ્ટ વિભાગ તેમજ “મિનિસ્ટ્રી ઓફ પોસ્ટ એન્ડ ટેલિકોમ, દિલ્હી” સુધી કરવામાં આવી હતી પરંતુ તંત્રએ આ બાબતે કોઇ યોગ્ય પગલા લીધા નથી તેવુ અમારુ માનવુ છે. આ બાબતે પોસ્ટ વિભાગ દ્વારા ફક્ત એક જ જવાબ મળ્યો કે “ઓર્ડીનરી પોસ્ટની કોઇ જગ્યાએ નોંધ કરવામા આવતી ન હોવાથી તેનું સ્ટેટ્સ જાણવુ અશક્ય છે !!!”. અમારી પાસે એવો કોઇ ફાજલ સમય ન હતો કે પોસ્ટ વિભાગનો આ બાબતે વારંવાર ફોલો-અપ લઇ શકીએ. આપણા મેગેઝીનને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એકમાત્ર રસ્તો એ ઓર્ડીનરી પોસ્ટ છે, કારણ કે જો મેગેઝીનને રજીસ્ટર્ડ એ.ડી. દ્વારા મોકલવામા આવે તો તેનો પ્રતિ નંગ ખર્ચ રૂ. 25 થાય. રૂ. 10 ની કિંમતનું મેગેઝીન પોસ્ટ કરવાનો ખર્ચ રૂ. 25 હોય તે યોગ્ય ન કહેવાય તે સ્વાભાવિક વાત છે. અમુક વિદ્યાર્થીઓ દ્વારા અમોને અમુક વિચિત્ર વાક્યો પત્ર દ્વારા, ફોન દ્વારા અથવા ઇમેઇલ દ્વારા જાણવા મળ્યા જેમકે, “રૂપીયા મફતમાં આવતા નથી”, “તમે સેવા આપવામાં નિષ્ફળ ગયા છો” વગેરે... આ બધા જ વિદ્યાર્થીઓ પોતાની રીતે સાચા જ છે કે તેઓને મેગેઝીનની ડિલીવરી મળી નથી અથવા તો મોડી મળી છે પરંતુ અમે આ મેગેઝીનને “ધંધો” કરવા માટે શરૂ કર્યુ જ ન હતું. હાલ પણ આ મેગેઝીનમાં અમોને પ્રતિ નંગ રૂ. 2ની એવરેજ ખોટ આવતી હતી તેમ છતા પણ આ મેગેઝીન અમે ચાલુ રાખ્યુ હતું. આ મેગેઝીનની પ્રિન્ટ કોપી અમારે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો એકમાત્ર લક્ષ્ય હતું પરંતુ ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓને જ આ મેગેઝીન પહોંચતુ ન હોવાથી અમારે આ મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ કરવાની ફરજ પડી છે. જે વિદ્યાર્થીઓએ આ મેગેઝીનનું લવાજમ ભર્યુ છે તેવા દરેક વિદ્યાર્થીઓને બાકી રહેતા અંકની રકમ ચેક, ડી.ડી. અથવા મની ઓર્ડર દ્વારા થોડા દિવસોમાં પરત કરવામાં આવશે. મેગેઝીનનું પ્રિન્ટેડ વર્ઝન બંધ થયુ એનો મતલબ એ નથી કે “મન્ડે મ્યુઝિંગ્સ” મેગેઝીન જ બંધ થઇ ગયુ... વિદ્યાર્થીઓના હિત માટે આ મેગેઝીન પહેલાની જેમ દર સોમવારે mm.rijadeja વેબસાઇટ પર “ફ્રી” મુકવામા આવશે જેનો દરેક વિદ્યાર્થી વિના મૂલ્યે લાભ લઇ શકશે. આપનો વિશ્વાસુ, આર. આઇ. જાડેજા
Posted on: Sat, 05 Oct 2013 14:12:56 +0000

Recently Viewed Topics




© 2015