વાવાઝૉડા વિષે જાણવા જેવુ - TopicsExpress



          

વાવાઝૉડા વિષે જાણવા જેવુ : 65 km/h ની ઝડપે પવન ફૂંકાય એટ્લે તેને વાવાઝૉડુ કહી શકાય. કોઈ પણ વાવાઝૉડા ના નામકરણ ની પધ્ધતિ રસપ્રદ છે. આ નામ પહેલે થી જ નક્કી કરાયેલા હોય છે. North Indian Occean માથી આવતા વાવાઝૉડાનું નામ ESCAP/WMO Typhoon Committee એ પહેલેથી જ નક્કી કરેલા હોય છે. ESCAP/WMO Typhoon Committee માં નીચે મુજબ ના દેશો નો સમાવેશ થાય છે. બાંગલાદેશ , ભારત, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન , શ્રીલંકા , થાઈલેન્ડ. વાવાઝૉડા માટે ઉપરના દરેક દેશો એ પહેલે થી 8 - 8 નામ આપેલા છે. અને તેમાથી 8 લિસ્ટ બનેલા છે અત્યારે 5 નંબર ના લિસ્ટ સુધી પહોચી ગયા છીએ. લિસ્ટ એવીરીતે બનાવ્યું છે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે વારાફરથી દરેક દેશે એ આપેલા નામ ના લિસ્ટ માથી વારો આવે. જેમકે હમણાં હૂડ હૂડ વાવાઝૉડુ આવ્યું, આ હૂડ હૂડ નામ ઓમાન એ આપેલ હતું. ત્યારબાદ નીલોફર આવે છે તો આ નામા પાકિસ્તાન એ આપેલું છે. આના પછી જે વાવાઝૉડુ આવશે તેનું નામ અશોબા હશે, આ નામ શ્રીલંકા દ્વારા રાખવામા આવેલું છે. તેના પછી કોઈ વાવાઝૉડુ આવશે તો તેનું નામ કોમેન રાખવામા આવશે જેનું નામ થાઈલેન્ડ એ આપ્યું છે. આમ 5 નંબર નું લિસ્ટ પૂરું થાય એટ્લે 6 નંબર ના લિસ્ટ માથી નામકરણ થશે. 6 નંબર ના લિસ્ટ માં ભારતે આપેલું નામ છે મેઘ આ વાત કરી આપણે માત્ર North Indian Ocean ની. હવે જો આજ વાવાઝૉડુ North Indian Ocean થી South-West Indian ocean માં જાય તો આજ વાવાઝૉડા નું નામ Mauritius અને Madagascar એ નક્કી કરેલા નામ માથી લેવામાં આવે છે. એટલેકે નીલોફર નું નામ South-West Indian ocean બાજુ જવાથી અડજલી થઈ જશે. નીલોફર એક અરેબિક શબ્દ છે અને તેનો અર્થ થાય છે કમળ.
Posted on: Wed, 29 Oct 2014 04:10:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015