Earlier in the morning, attended inaugural session of Pre-Vibrant - TopicsExpress



          

Earlier in the morning, attended inaugural session of Pre-Vibrant Gujarat International Summit & Expo on WASTECH – 4 R’s (Reduce,Recover,Reuse,Recycle) A way to Sustainability at Mahatma Mandir in Gandhinagar. I believe for the successful implementation of 4 R’s, we need to change our approach towards utilizing resources, which is possible only with 5th R – Respect for Mother Nature. I hope the deliberations done during this summit will give us some innovative methods in the waste management sector. ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે પ્રદૂષણ અને કચરાની સમસ્યા અનેકગણી વધી રહી છે. આ પ્રશ્ન સર્વત્ર છે. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા એને નિયંત્રિત કરવા માટે વિશ્વભરનાં નિષ્ણાંતો પ્રયત્ન કરી રહ્યાં છે. આ વેસ્ટ મેનેજમેન્ટ માટેનું ચિંતન જગતભરમાં થતું હોય છે. આ વિષયમાં નિષ્ણાંતો દ્વારા વિચાર વિમર્શ માટે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલાં બે દિવસીય પ્રિ-વાયબ્રન્ટ આંતરરાષ્ટ્રીય સેમિનાર અને પ્રદર્શની ‘Wastech’ નું ઉદ્દઘાટન કર્યું. વેસ્ટ મેનેજમેન્ટ માટે ચાર ‘R’ ખૂબ મહત્વના ગણાય છે. રીડ્યુસ, રીસાયકલ, રીયુઝ અને રી-કવર. કચરો ઓછો કરવો, તેના ઉપર ટ્રીટમેન્ટ કરી તેનો પુનઃઉપયોગ કરવો જેવી બાબતો તેમાં સામેલ છે. મેં એક પાંચમો ‘R’ સૂચવ્યો. આ ‘R’ છે ‘રિસ્પેક્ટ’ એટલે કે કુદરતનો આદર. જો આપણે કુદરતનું સન્માન કરીશું તો કુદરતી સ્ત્રોત સાથેનો આપણો વ્યવહાર આપોઆપ બદલાઇ જશે અને બાકીના ચાર ‘R’ આપોઆપ જળવાઇ જશે. મને વિશ્વાસ છે કે આ સેમિનારમાં દુનિયાભરના નિષ્ણાંતોએ કરેલા ચિંતનને લીધે આપણને વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે અનેક નવતર વિચારો મળી રહેશે.
Posted on: Fri, 21 Nov 2014 09:25:07 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015