Over excessive bullshit-ness. અબ કી બાર .... - TopicsExpress



          

Over excessive bullshit-ness. અબ કી બાર .... વાળા સૂત્ર કરતાં પણ વધુ ત્રાસ વોટ ન કરનારને ઈન્સલ્ટીંગ-વેમાં ચિત્રિત કરતી ટીવી-રેડિયો પરની જાહેરાતો અને વોટ્સ અપ-ફેસબુક જેવી સાઈટો પરની ખોખલી પોસ્ટને લીધે થાય છે. ફક્ત સહમત નહિ પણ દિલથી માનું છું કે વોટ કરવા જવું જોઈએ. ગરમી છે.. લાઈન બહુ લાંબી છે.. ઘરના બહુ કામ છે.. બધા નેતા ભંગાર છે.. કોઈ મારું કામ કરવા આવતું નથી તો હું શું કામ કોઈને પણ વોટ આપું? ..... --આ બધા નિષ્ક્રિય, આળસુ અને અલ્પબૌદ્ધિક બહાના છે. લોકશાહીનો એક ભાગ છો, મુક્ત દેશમાં ફ્રીલી શ્વાસ લો છો અને બિન્દાસ્ત ઉચ્છવાસ છોડી પણ શકો છો, તો વોટીંગ માટે અડધો દિવસ તમારાથી જો ન ફળવાતો હોય તો ભોગ આ દેશના. બીજું શું? પણ, પરંતુ અને કિન્તુ, જે વોટ નથી આપતા એને કશી જ કમ્પ્લેન કરવાનો હક નથી અગર તો એ દેશપ્રેમી નથી --- યે સિર્ફ કુછ નહિ, લેકિન બહોત ઝ્યાદા હો ગયા બોસ. એવું ક્યાંય બંધારણમાં પણ લખ્યું નથી અને નૈતિકતાની દ્રષ્ટિકોણથી વાત કરો તો પણ એ યોગ્ય નથી. નથી વોટ કર્યો, કાં તો જેન્યુઈન રીઝન હશે .. ઓર અંતિમવાદી કારણ- આળસને લીધે વોટ ન કર્યો. ઓકે. ખોટું તો થયું કે એમણે વોટ ન કર્યો. તો શું એ દેશદ્રોહી થઇ ગયો? એમણે કોઈ પણ કાયદાનો ભંગ નથી કર્યો ક્યારેય, ક્યારેય દેશને નુકસાન પહોચે એવું અહિતનું કામ નથી કર્યું, ઇવન કચરો પણ જાહેર રસ્તામાં નથી ફેંક્યો, ટાઈમ ટુ ટાઈમ ટેક્સ ભર્યો છે -- then who the hell you are to blame him or to declare that s/he lose all her rights and s/he should remain silent for next 5 years. એક સારા નાગરિક તરીકે એમણે બધા કાયદાઓનું પાલન કર્યું છે, સમાજને નુકસાન થાય એ રીતે રહ્યો નથી, પછી ફક્ત જો વોટ ન આપવાને કારણે એમને સરકાર વિરુદ્ધ બોલવાની હકમંડળીમાંથી બરતરફ કરવું જોઈએ એ sick માનસિકતા બતાવે છે. એ મેઈન પક્ષનું નામ નથી લેવું, પણ એ જ પોલીટીકલ પાર્ટીના એક સભ્યએ થોડ્ડા સમય પહેલા કહેલું કે અમે સત્તામાં આવશું (કે ફરીથી આવશું) તો ફરજીયાત મતદાનનો કાયદો લાવીશું. ^ એક આ સાયકો લોકો ... અને એક બીજા .. જો તમે મત નથી આપતા તો તમને દેશ-સરકાર માટે/વિરુદ્ધ કઈ બોલવાનો કે ફરિયાદનો હક નથી-- < બીજા આ. બંને કશા જ ભેદભાવ વગરના સમાનધોરણે જેહાદી માનસિકતા ધરાવતા લોકો છે. એમનું દોગલાપણું/double standard જોવું છે? આ બંને પ્રકારના વ્યક્તિઓને પૂછો કે- વાણીસ્વાતંત્ર્ય/freedom of speech ની તમે ફેવર કરો છો? તો કહેશે હા. તો પછી જો freedom of speech હોય તો એ જ હકની બિના પર કોઈ વ્યક્તિ freedom not to speak પણ ભોગવી શકે છે. કાં વાણીસ્વાતંત્ર્ય આપો કાં તો ઓસ્ટ્રેલીયાની જેમ ફરજીયાત મતદાનનો કહેવતો આગ્રહ રાખો તો પછી ખરી લોકશાહીનો ફાંકો જવા દો. મત ન આપવો એ યોગ્ય વાત નથી જ નથી, પણ મત ન આપનારની સામે અપમાનિત વર્તનવાણી કે એમને અયોગ્ય ટ્રીટમેન્ટ આપવી એ પણ બરાબર નથી જ નથી. ફરજીયાત મતદાનનો કાયદો અમલમાં લાવવાની મહેચ્છા ધરવતી ઘનચક્ક્કર પાર્ટી સત્તામાં આવશે તો ...... Horrible to imagine even. and stop this rubbish -- if you dont vote, you dont have right to complain. #Utter_nonsense Voting is more my civic right than civic duty. #હું_વોટ_કરવાનો_જ_છું.
Posted on: Fri, 25 Apr 2014 04:02:18 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015