આપણે લોકો કેવા છે નહિ ! ! ! - TopicsExpress



          

આપણે લોકો કેવા છે નહિ ! ! ! Touch Screen MOBILE જેવો લઈએ કે તુરંત એના પર Screen Guard લગાવી દઈએ છીએ ! ! ! જેથી કરીને એના પર Scratches ન પડે અને મોઅબીલ સુરક્ષિત રહે ! ખરું ને ? આપણે એવું એ માટે કરીએ છીએ કે Mobile Screen ઘણી નાજુક હોય છે ! કાચની બનેલી હોય છે જેના પર જલ્દીથી Scratches પડી જાય ! જો સાચવો નહી તો ! ! ! મોંઘો મોબાઈલ માથે પડે ! આપણા સંબંધો પણ કંઇક એવું જ તો ! ! ! એ પણ કાચ જેવા જ હોય છે ! સાચવો નહી તો ફૂટી - ભાંગી જાય ! ઉઝરડા અને તિરાડો પડી જાય ! જે Repair થાય નહિ અને થાય તો જ્યાંથી તૂટે તે નિશાની દેખાયા કરે ! પણ આપણે સંબંધોને અત્મીયાતાના Guard થી સુરક્ષિત કરવાનું ચૂકી જઈએ છીએ ! જેના કારણે ધીમે ધીમે એ સંબંધો પર મતભેદના ઉઝરડા ! આક્ષેપોના ઉઝરડા ! વિખવાદના ઉઝરડા ......પડવા લાગે છે ! ને સંબંધોને વણસતાં વાર નથી લગતી ! જેને રચાતા અને દિલોમાં Establish થતાં વર્ષો લાગી જાય છે ! ! ! ને કડડભૂસ થતાં જરાય વાંર નથી લાગતી ! સંબંધો પર પડેલા ઉઝરડા અંતરાલ ઉભું કરે છે જે આપણને સંબંધોથી ધીમે ધીમે દૂર કરે છે ! આવું ન થાય માટે તું સમયાંતરે મળતી રહે અને તારી આત્મીતાના આવરણથી મને સુરક્ષીત કરતી રહે ! હાં .... ગઈ કાલની તારી સાથે સપનામા થયેલી છેડછાડથી થોડા ઉઝરડા તો મને પણ પડી ગયાં છે ! ! ! ! ! By “પંખી”.
Posted on: Sat, 26 Oct 2013 13:53:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015