કેવી નવાઈ પમાડે તેવી વાત - TopicsExpress



          

કેવી નવાઈ પમાડે તેવી વાત છે કે જયારે એક ખ્રિસ્તી ‘નન’ માથાથી પગ સુધી પોતાની જાતને ઢાંકીને નીકળે છે ત્યારે તેને ‘ઈશ્વરને સમર્પીત નારી’ તરીકે જોવામાં આવે છે અને તેનો આદર કરવામાં આવે છે પરંતુ એક મુસલમાન મહિલા પોતાની જાતને પરદામાં રાખીને નીકળે છે ત્યારે તેને એક ‘પીડીત’ અથવા ‘દબાયેલી’ નારી તરીકે જોવામાં આવે છે. જયારે એક શીખ કે હિંદુ પોતાના ધર્મ અનુસાર દાઢી વધારે છે ત્યારે તેને ‘ધર્મપાલક વ્યક્તિ’ તરીકે જોવામાં આવે છે અને જયારે એક મુસલમાન પુરુષ પોતાના ધર્મનું પાલન કરતા દાઢી વધારે ત્યારે તેને ‘ઉગ્રવાદી’ કે ‘કટ્ટરપંથી’ જાહેર કરવામાં આવે. આજના માહોલમાં ઇસ્લામ અને મુસલમાનો વિષે ઘણીબધી ગેરસમજો ઉભી થયેલ છે, ખાસ કરીને પશ્ચિમજગતમાં. ઘણાબધા લોકો એમ માને છે કે પશ્ચિમજગત ઘણુંબધુ પ્રગતિશીલ, સંસ્કારી અને સ્વતંત્ર છે જયારે ઇસ્લામ માત્ર તેનાથી વિપરીત પ્રાચીન, અજ્ઞાનતાપૂર્ણ અને પીડિત છે. આ માન્યતા માટેનું એક મુખ્ય કારણ આજના સમયમાં ટીવી અને અખબારના માધ્યમ દ્વારા ઇસ્લામિક શિક્ષણ અને ઉપદેશોનો કરવામાં આવતો ખોટીરીતે પ્રચાર છે. ઇસ્લામ અને મુસ્લિમોને સમજવાની મુખ્ય ચાવી છે કે આપણે પરંપરાગત માન્યતા અને પૂર્વગ્રહોને છોડીને દરેક પરિસ્થિતિનું ઇસ્લામીક ઉપદેશ અનુસાર તપાસ કરવી અને તેને સમજવું જોઈએ, નહીં કે અમુક મુસલમાનોના કામોને ધ્યાનમાં રાખીને ઇસ્લામ વિશે તારણ કાઢવું. આ કારણોસર મનુષ્ય તરીકે મારી ફરજ છે કે ઇસ્લામ વિશે થોડી સમજ આપું.
Posted on: Tue, 25 Jun 2013 11:44:08 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015