વર્ષો પહેલા મેં ક્યાંક - TopicsExpress



          

વર્ષો પહેલા મેં ક્યાંક વાંચ્યું હતું કે સફળતા એ પબ્લિક અફેર છે અને નિષ્ફળતા એ પ્રાઇવેટ ફયુનરલ છે ( Funeral ) આપણે ત્યાં આત્મકથાઓ બહુ ઓછી લખાય છે .એમાય ખાસ કરીને મહિલાઓ આત્મકથા લખતી નથી .મરાઠી ભાષામાં અનેક નામવંત મહિલાઓએ આત્મકથા લખી છે .એક રીતે જોઈએ તો દરેકના હૃદયમાં પીડા હોય છે .કોઈ પીડાનું બયાન કરેછે તો કોઈ ચૂપચાપ પીડા હ્રદયમાં ધરબીને બેસી રહેછે .આત્મકથાનું સ્વરૂપ એવુછે કે તે પ્રામાણિક હોઈ શકે પણ સત્યનિષ્ઠ ના હોય . કવિઓ વિષે કહેવાયું છે કે કવિની કવિતા એ જ એની આત્મકથા છે .કવિ બાકી જે કાઈ લખેછે તે ફૂટનોટ્સ છે .દરેક સાહિત્યમાં આત્મકથાનો એક ઈતિહાસ છે .થોડા દિવસ પહેલા મારા હાથમાં હિલેરી ક્લિન્ટને લખેલી આત્મકથા " લિવિંગ હિસ્ટ્રી " ( Living History ) હાથમાં આવી ગઈ . આ આત્મકથામાં હિલેરી ના પતિદેવ બિલ ક્લિન્ટને વ્હાઈટ હાઉસમાં મોનિકા સાથે જે ફાગણના ફાગ ખેલ્યા એનું બયાન છે .એ દિવસોમાં પત્ની હિલેરીના હૃદય ઉપર શું શું વીત્યું એનું નિખાલસ બયાન હિલેરી ક્લિન્ટને પોતે જ લખ્યું છે .હિલેરી ક્લિન્ટને લખેલી આત્મકથાના કેટલાક અંશો અહીં મૂક્યા છે .હવે પછીના શબ્દો હિલેરીના છે . " પંદરમી ઓગસ્ટે વહેલી સવારે બિલે મને જગાડી .મને નવાઈ લાગી કે બિલ મને ઊંઘમાંથી ક્યારેય ઉઠાડતો નથી ,આજે મને કેમ જગાડી ? પણ આ સવારે બિલ પથારીમાં બેઠો નહોતો .બેડરૂમમાં આમતેમ આંટા મારી રહ્યો હતો .બિલને મેં પૂછ્યું : " શું છે ?" તો બિલ કહે : " ડાર્લિંગ ,પરિસ્થિતિ ખૂબ ખૂબ ગંભીર છે .મારે ગ્રેડ જ્યુરી સમક્ષ આવવું પડશે ડિયર ,મારી અને મોનિકા વચ્ચે જે બની ગયું તે બધું ક્ષણિક આવેશમાં જ બની ગયું છે .આ ગિલ્ટ હું તને સાત મહિના સુધી કહી શક્યો નહિ .આ ઘટનાની કબુલાત કરવી એ મારા માટે ખૂબ લજ્જાસ્પદ હતું .આ સાંભળીને તને કેટલો ગુસ્સો આવશે એની મને ખબર હતી " આટલું કહીને બિલ ચૂપ ગયા .હું નાઈટ ડ્રેસમાં હજી બિછાનામાં જ બેઠી હતી .પણ બિલની કબૂલાત સાંભળીને મારો શ્વાસ રૂંધાઇ ગયો .હું હીબકે હીબકે રડવા લાગી ,મેં રડતા રડતા બિલને કહ્યું " તને શું કહેવું ? તું શું બોલેછે ?તું મારી પાસે આટલો સમય જૂઠ્ઠું શા માટે બોલ્યો ?" હું સંતાપ અને ગુસ્સાથી ધગધગતી હતી . મારા રોષનો પારો ધીમે ધીમે ઉપર ચડતો જતો હતો .હું ઝડપભેર બિછાનામાંથી ઊભી થઇ ગઈ .બિલ સામે જ ઊભો હતો ..તે મને ફરી ફરીને કહી રહ્યો હતો " મને માફ કર , પ્લિઝ , મને ક્ષમા આપ " હું તરત એકપણ શબ્દ બોલ્યા વિના વોશરૂમ માં ચાલી ગઈ .બિલ સાથે બોલવાનું પણ બંધ કરી દીધું . થોડા દિવસ સૂધી વ્હાઈટ હાઉસ મને ખાવા ધોડતું લાગતું હતું પણ મારા મિત્ર વોલ્ટેર અને તેની પત્ની બેટસી ના આગ્રહને વશ થઈને હું સમુદ્ર પર્યટન કરવા ગઈ પણ એમાં મારું મન ક્યાય લાગતું નહોતું .અમારે બોટમાં દરિયાઈ પર્યટન જેવું હતું જ નહિ બિલ સાથે મેં હજી સંબંધ તોડ્યો નહોતો . વોલ્ટર અને બેટસીએ મને સાંત્વના આપીને બિલ સાથે સમજૂતી કરવાની સલાહ આપી . વોલ્ટેરે મને કહ્યું : " જે કાઈ બની ગયું એ આશ્ચર્યજનક છે .અવિશ્વનીય છે .આ માણસને જીવન કેમ સમજાતું નથી? મેં અનેકના લગ્નજીવનને ખરાબે ચડતા જોયા છે .આપણા સહીત કોઈ માનવી પરિપૂર્ણ નથી .બધી ચિંતા છોડી દે .ચાલ , આપને બધા સમુદ્રમાં ફરીએ .." હું પોતે જ એટલી બહેરી થઇ ગઈ હતી કે સમુદ્રમાં મને સારું લાગશે કે નહિ એની મને ખબર નહોતી .પણ ખુલ્લા પાણી વચ્ચે ફરવાથી મને થોડી તાજગીનો અનુભવ થવા લાગ્યો .થોડુક સારું લાગ્યું . મોરિસ ટેમ્પસમેન મારો સારો મિત્ર હતો ..તે દર સમરમાં વાઈન યાર્ડમાં આવતો હતો .અમારે ઘેર વ્હાઈટ હાઉસમાં પણ આવતો હતો .મારી આવી હાલતની એને ખબર પડી કે તરત મને ટેલિફોન કરીને સાંત્વના આપી .મોરિસ મારો ઉત્તમ મિત્ર હતો .એક સાંજે અમે બંને મિત્રો નૌકાવિહાર કરવા ગયા હતા ..વોલ્ટરને એની પત્ની જેકીની બહુ યાદ આવતી હતી .થોડા વર્ષ પહેલા જેકી મૃત્યુ પામી હતી .તે સતત જેકી વિષે જ વાતો કરતો હતો .એ ક્ષણે મને સમજાયું હતું કે આ માણસ કેટલો બધો ખડતલ છે .કેટલાક મિત્રોને આપણે બહુ મોડે મોડે ઓળખતા થઈએ છીએ /અમે બન્ને નૌકામાં ફરતા હતા ત્યારે મોરિસ મને કહે : " હિલ , તારો પતિ તને ખૂબ પ્રેમ કરે છે એની તને બરાબર ખબર છે . મને એવી આશા છે કે તું એને માફ કરી દઈશ " મોરિસ મારો એકમાત્ર મિત્ર એવો હતો કે એણે મારા વ્યક્તિગત જીવનમાં ક્યારેય અતિક્રમણ કર્યું નહોતું .મને એની સલાહ ખૂબ સૌમ્ય લાગતી હતી .એ દિવસે અમે કલાકો સુધી નૌકામાં ફર્યા પછી દરિયાકાંઠે આવીને કલાકો સુધી એમને એમ રેતીમાં અક્ષરો પાડતા બેસી રહ્યા .મોરિસ મને બધું ભૂલી જવાની સલાહ આપતો હતો .જિંદગી વિશેના એના ખ્યાલો મારા કરતા વધુ પરિપકવ હતા એટલે મેં એની સલાહ સૌમ્ય રીતે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી લીધી .મોરિસ સાથેના નૌકા સહવાસને કારણે મારી માનસિક તાન ઓછી થઇ ગઈ . મને નવી જિંદગીનો અહેસાસ થવા લાગ્યો " આ બધા જ શબ્દો હિલેરી ક્લિનટન નાં છે . અહીં તમે જુઓ કે દામ્પત્યજીવનમાં કેવા ઈમોશનલ ઉતાર -ચઢાવ આવતા હોય છે અહીં ક્ષમા અને મૈત્રીનું મૂલ્ય મુખરિત થયું છે .મોરિસની મૈત્રી બેમિસાલ છે .અહીં હિલેરી પોતાનું અંતર્ગત બહુ સરળ ભાષામાં વ્યક્ત કરે છે .આ આત્મકથામાં લાગણીવેડા નથી .સંવેદનની સ્વસ્થ અભિવ્યક્તિ છે .આખરે તો બધી વાત પ્રેમ પાસે આવીને જ અટકી જાયછે .આપને ત્યાં મૈત્રેયીદેવીની આત્મકથા " ન હન્યતે " ઉપરથી " હમ દિલ દે ચૂકે સનમ " ફિલ્મ બની હતી .આત્મકથામાં શેડ્કઢા દૂધ જેવી સોડમ હોય છે ,આખરે તો પ્રેમના ગુન્હાઓમાં ક્ષમાનું મૂલ્ય અદકેરું હોયછે . કાવ્યવિશ્વ
Posted on: Wed, 17 Jul 2013 07:06:25 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015