VERY SORRY FOR MY RESPECTED JAIN FRIENDS THIS ARTICLE FOR ONLY - TopicsExpress



          

VERY SORRY FOR MY RESPECTED JAIN FRIENDS THIS ARTICLE FOR ONLY HEALTH BUT YOUR SPIRITUAL FEELINGS HURT FOR THAT HEARTIEST SORRY Home Remedies Of Garlic લસણના આ ‘28 પ્રયોગ’ છે કમાલ-ધમાલ-બેમિશાલ, ચોક્કસ અપનાવો લસણનો પ્રયોગ વ્યક્તિ જુના જમાનાથી જ કરતો આવ્યો છે. આની સુંગધ એકદમ તેજ અને સ્વાદ તીખો હોય છે. એવું કહેવાય છે કે પ્રાચીન રોમના લોકો પોતાના સિપાઈઓને લસણ એટલે ખવડાવતા હતા કારણ કે તેમને વિશ્વાસ હતો તે લસણ ખાવાથી તેમની શક્તિમાં વૃદ્ધિ થાય છે. મધ્યયુગમાં પ્લેગ જેવા રોગના આક્રમણથી બચવા માટે પણ લસણનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઔષધી તરીકે લસણના ગુણો અને મહત્વની જાણ માણસને થોડાક વર્ષો પહેલાં જ થઈ. લસણમાં એલિયમ નામનું એન્ટીબાયોટિક હોય છે જે અનેક રોગો સામે રક્ષણ માટે લાભકારક માનવામાં આવે છે. આ એક બેમિશાલ ઔષધી છે. કેટલાક લોકો લસણના નામથી પણ દૂર ભાગે છે પરંતુ તેઓ નથી જાણતા કે લસણ પ્રકૃતિની એક અદભુત ભેંટ છે. સંશોધન મુજૂ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સાબિત થાય છે. જેથી આજે અમે તમને લસણના એવા જ અદભુત ગુણો અને ફાયદા વિશે જણાવીશું.. આગળ જાણો લગણના પ્રાચીન નુસખા.......... દરરોજ લસણની એક કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન એ, બી અને સીની સાથે આયોડીન, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એકસાથે મળી જાય છે. જેથી શરીરમાં આ પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી અને અનેક સમસ્યાઓ દૂર રહે છે. - લસણનું તેલ હથેળી અને પગમાં લગાવવાથી મચ્છરો પાસે આવતા નથી અને કરડતા નથી. સાથે જ ત્વચા પણ સુંવાળી થાય છે. - લસણમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે. જેથી જો તમને ખીસ-ફોડલીની સમસ્યા રહેતી હોય તો તમારે સેવન કરવું જોઈએ. ખીલ પર લસણનો કટકો લઈ તેની પર ધીરે-ધીરે હળવા હાથે ઘસવાથી પિંપલ બહુ જલ્દી બેસી જાય છે. - નિયમિતપણે લસણનો ઉપયોગ અને સેવન કરવાછી ત્વચાના સંક્રમણ પણ દૂર થાય છે. સાથે ત્વચા સંબંધી રોગોમાં પણ રાહત મળે છે. જેમ કે રિંગવોર્મ, એથલીટ જેવા ત્વચાના રોગો દૂર થાય છે. લસણનું સેવન શરીરમાં ઈન્સ્યુલિનની માત્રાને વધારી દે છે. જેનાથી ડાયાબિટીસની બીમારીમાં ઘણો ફાયદો થાય છે. કારણ કે લસણના સેવનથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. - કોલેસ્ટ્રોલના દર્દી માટે પણ લસણ અત્યંત ફાયદાકારક હોય છે. આ લોહીને પાતળું કરવામાં મદદ કરે છે અને શરીરમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. ઘા પડ્યા બાદ લોહી વહેવાનો ભય પણ રહેતો નથી. - લસણ હૃદયને ઓક્સીજન રેડીકલ્સના પ્રભાવથી બચાવે છે. જેથી હૃદયને કોઈ નુકસાન ન પહોંચે. તેના સલ્ફરયુક્ત યૌંગિક આપણી લોહી કોશિકાઓને અવરોધથી બચાવે છે. જેના કારણે એથ્રેરોસ્લેરોસિસની સમસ્યાને દૂર કરે છે. લસણની એન્ટી-ક્લોટિંગ પ્રોપર્ટી, લોહી કોશિકાઓમાં લોહી ઘટ્ટ થવાથી રોકે છે. સરસિયાના તેલમાં લસણની કળી નાખી ઉકાળીને આ તેલ કાનમાં નાખવામાં આવે તો કાનના દુખાવામાં તરત જ રાહત મળે છે. બાળકો માટે પણ આ રીતે ઉપયોગ કરી શકાય છે. - તમારા રોજિંદા ખોરાકમાં લસણ સામેલ કરી લેવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે. જો મોસમી શરદી અથવા ખાંસી થઈ જાય તો લસણની ચા બનાવીને પીવાથી બહુ જલ્દી ફાયદો થાય છે. - ઠંડી અથવા બદલાતા મોસમમાં મોટાભાગે કોઈપણ ઉંમરના લોકોને કફ અને ઉધરસની સમસ્યા થતી હોય છે. આવામાં જો તમે લસણનો નિયમિતપણે ઉપયોગ કરો તો આવી નાની-નાની સમસ્યાઓ તમારાથી દૂર રહશે. - લસણમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી પ્રોપર્ટી હોય છે. જેની મદદથી એલર્જીને દૂર ભગાવી શકાય ચે. લસણની એન્ટી-આર્થીટિક પ્રોપર્ટીની મદદથી ડાયલી સલ્ફાઈડ અને થિયાસેરેમોનોને પણ જાળવણી જાય છે. આમાં એલર્જી સામે લડવાના અનેક તત્વો હોય છે. જો લસણના જ્યૂસને પીવામાં આવે તો રેસિસ અને ચકામા પડવાની સમસ્યા પણ દૂર થાય છે. - લસણનું નિયમિત સેવન કરવાથી કેન્સર થવાનો ખતરો બહુ ઘટી જાય છે. લસણમાં એન્ટી-કેન્સર તત્વો હોય છે. જેથી એલી-સલ્ફાઈડ હોય છે. - લસણ ગૂંદરનું કામ પણ કરે છે. લસણને ક્રશ કરીને તેનું રસ કાઢી ગ્લાસમાં ક્રેક પડી હોય તો તે પણ ભરાઈ જાય છે. સિરોસિયસની સમસ્યામાં લસણ રામબાણ દવા તરીકે કામ કરે છે. સિરોસિયસથી પ્રભાવિત સ્થાન પર લસણનું તેલ લગાવવાથી ત્વચા સુંવાળી અને ક્ષતિરહિત થાય છે. - લસણમાં ડાયલી સલ્ફાઈડ હોય છે. જે ફેરોપોરટિનની માત્રાને વધારે છે અને આયરન મેટાબોલિઝ્મને સુધારે છે. - નિયમિત લસણ આરોગવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. એસિડિટી અને ગેસ્ટ્રિકની સમસ્યા પણ દૂર થાય છે. હૃદયની બીમારીઓ સાથે તાણ પણ દૂર થાય છે. લસણને દૂધમાં ઉકાળીને બાળકોને આપવાથી બાળકોમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. લસણની કળીને આગમાં સાંતળી બાળકને આપવાથી શ્વાસની સમસ્યા પર કાબૂ મેળવી શકાય છે. જે બાળકોને શરદી વધારે થાય છે તેમણે લસણની કળીની માળા બનાવીને પહેરવી જોઈએ. - લસણના સેવનથી કામોત્તેજના બરકરાર રહે છે કારણ કે તે શરીરમાં સારી રીતે પરિભ્રમણ કરે છે. - લસણનું સેવન કરવાથી વજન પણ ઘટે છે. કારણ કે આપણા શરીરમાં બનનારી ચરબીની કોશિકાઓને નિયંત્રિત કરે છે. જેનાથી વજન સરળતાથી ઘટે છે. - ગર્ભવતી સ્ત્રીઓએ નિયમિતપણે લસણનું સેવન કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીને જો ઉચ્ચ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો ગર્ભાવસ્થા દરમિયાન કોઈને કોઈ રીતે લસણનું સેવન કરવું જોઈએ. લસણના સેવનથી વાયરલ, ફંગલ, યીસ્ટ અને વોર્મ સંક્રમણ ફણ થતું નથી. તાજા લસણના સેવનથી ફુડ પોઈઝનિંગનો ખતરો રહેતો નથી. - નિયમિત લસણનો ઉપયોગ કરવાથી સાંધામાં થતાં દુખાવામાં આરામ મળે છે. સાથે શરીરના અન્ય ભાગોમાં થતાં દુખાવામાં પણ રાહત મળે છે. - જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે તેઓએ લસણનું સેવન કરવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં લોહતત્વ હોય છે. જે લોહીના નિર્માણમાં મદદ કરે છે. લસણમાં વિટામિન હોવાથી સ્કર્વી રોગથી પણ બચાવે છે. લસણના નિયમિત સેવનથી શ્વાસની સમસ્યામાં આરામ મળે છે. આનાથી શરદી ખાંસીમાં આરામ મળે છે. આના એન્ટીબેક્ટરિયલ તત્વ હોવાથી ગલાનું સંક્રમણ દૂર થાય છે. શ્વાસ સંબંધી બીમારીઓ માટે પણ લસણ રામબાણ છે. - લસણ ખાવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. લસણમાં એલિસીન તત્વ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ સલ્ફર પણ હોય છે. લસણને વાટીને સ્કેલ્પમાં લગાવવાથી પણ હેર ફોલ ઘટી જાય છે. - લસણના સેવનથી દાંતના દુખાવામાં આરામ મળે છે. દાંતમાં દુખાવો થાય ત્યારે લસણને કાચું વાટીને દાંતમાં રાખી લેવું તેનાથી તરત આરામ મળશે. કારણ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ તત્વ હોય છે. જે દાંત પર સીધો પ્રભાવ નાખે છે. લસણમાં એન્ટી-ઈન્ફ્લામેટરી તતવ્ હોય છે. જેની મદદથી એલર્જીથી રક્ષણ મળે છે. આમાં એલર્જી સામે લડવાના તત્વો હોય છે. જો લસણના જ્યૂસને પીવામાં આવે તો ત્વચા સંબંધી રોગોમાં રક્ષણ મળે છે. - લસણ કુદરતી પેસ્ટીસાઈડનું પણ કામ કરે છે. લસણ મિનરલ ઓઈલ, પામી અને લિક્વિડ સાબુ મિક્ષ કરી પ્રાકૃતિક કીટનાશક પણ બનાવી શકાય છે. - લસણની 5 કળીને થોડાક પાણીમાં નાખીને પીસી લેવી અને તેમાં 10 ગ્રામ મધ મિક્ષ કરીને સવાર-સાંજ તેનું સેવન કરવું. આ ઉપાય કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. - લસણનું સેવન બાળકો માટે પણ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ મોસમી બીમારીઓમાં તો લાભકારક હોય જ છે. સાથે જ પાંચ વર્ષ સુધીના બાળકોમાં થનારા પ્રાયમરી કોમ્પલેક્સમાં પણ બહુ ફાયદાકારક સાબિત થાય છે.
Posted on: Sun, 26 Jan 2014 06:06:36 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015