..એક તરસ્યો કાગડો version 2.. . એક - TopicsExpress



          

..એક તરસ્યો કાગડો version 2.. . એક કાગડાની ગેંગ હતી, ઇગલ ગેંગ…(હતા કાગડા પણ નામ મેં ક્યા રખ્ખા હૈ)… એક વખત એ લોકો ને એક એરિયા બાબતે બિચ્છુ ગેંગ(આ પણ કાગડાની ગેંગ) સાથે લડાઇ થઇ ગઇ.. બહુ જ ભીષણ યુધ્ધ અને ખુનખરાબા બાદ ઇગલ ગેંગની જીત થઇ… પણ બધા કાગડાઓ ને બહુ જ તરસ લાગી હતી… તો બધા અલગ અલગ દિશામાં ગયા પાણીની શોધમાં.. એક કાગડાને એક કુંજો મળ્યો એણે આજુબાજુ માંથી પથ્થર ભેગા કરી ને પાણી માં નાંખ્યા અને પાણીની સપાટિ તો ઉપર આવી પણ પથ્થર થોડા ઓછા પડ્યા એટલે એનો પણ મેળ ના પડ્યો.. આમ બધા ઇગલ ગેંગ ના કાગડાઓને કોઇ મેળ ના પડતા…પોતાના અડ્ડા પર ભેગા થયા અને વિચાર્યુ કે હવે તો સાથે જ શોધ આદરવી પડશે અને આખિ ગેંગ સાથે નીકળી પાણી ની શોધમાં…પાણી તો ના દેખાયું પણ થોડે દુર પેસ્ટીસાઇડના ડર ને કારણ કાઢી નાંખેલી ઠંડા પીણાની બોટલો દેખાઇ… બધા કાગડાઓ એની પર તુટી પડ્યા… બે બે ના ગ્રુપમાં બોટલ હવામાં લઇને જમીન પર પછાડવા માંડ્યા.. આવી રીતે જમીન પર ઘણુ બધું પીણૂ ભેગુ થઇ ગયું…એટલે કાગડાઓ પીવા માંડ્યા પણ એ લોકો ન તરસ એ પેપ્સિથી ના મટી.. એટલે એ લોકો એ કોકા કોલાની બોટલો તોડી પણ એનાથી પણ તરસ ના મટી… છેવટે બધાએ નક્કી કર્યું કે આ છેલ્લી ત્રિજા ટાઇપની બોટલો તોડીએ અને પછી પણ તરસ ના મટે તો કુવામાં કુદીને આત્મહત્યા કરી લઇશું અને મરતા મરતા જેટલું પાણી પીવાય પી લઇશું… બધા એ પેલી ત્રિજા ટાઇપની બોટલો તોડી અને પીણૂ પીધુ અને બધાની તરસ મટી ગઇ…અને બધા પોતાના ઘરે ગયા.. ખાધુ અને મજા કરી (પી ને તો આવ્યા જ હતાં એટલે પીધુ નહિ) (એ ત્રીજો ટાઇપ જાણવા માટે બોધ જુઓ) . બોધ – સ્પ્રાઇટ બુઝાએ ઓન્લી પ્યાસ, બાકિ ઓલ બકવાસ..
Posted on: Sat, 17 Aug 2013 09:08:33 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015