"ગુજલિસ કવિતા જાણે કે - TopicsExpress



          

"ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ" નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ -અદમ ટંકારવી. Posted By:-કમલેશ કોટક.
Posted on: Wed, 17 Jul 2013 10:10:07 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015