જીંદગીમાં ઉતાવળ ન કરવા - TopicsExpress



          

જીંદગીમાં ઉતાવળ ન કરવા જેવી અગિયાર બાબતો કઈ ? 1. સંબંધ બાંધવામાં ઉતાવળ ન કરશો અને સંબંધ તોડવામાં પણ ઉતાવળ ન કરવી સંબંધને ધીમે ધીમે વિકસવા દેવો... 2. ક્રોધ કરવામાં કયારેય ઉતાવળ ન કરવી, લડાઈ- ઝઘડામાં પણ ઉતાવળ ન કરવી.... 3. કોઈ વિશે ઉતાવળે અભિપ્રાય ન બાંધવો કે ન જાહેર કરવો, ધીમે-ધીમે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહેવું... 4. ઉતાવળે વિશ્વાસ પણ ન કરવો અને ઉતાવળે શંકા કે અવિશ્વાસ પણ ન કરવો, અતિ વિશ્વાસ ખતરનાક પણ નીવડીશકે એટલે ધીરે ધીરે, અનુભવને આધારે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણવી... 5. ઉતાવળે અમર બની જવાના ખ્વાબમાં ન રાચવું કે ઉતાવળે સાહસિકતા ન દાખવવી. સમસ્યા, સંજોગો, પરિસ્થિતિ, પરિબળો અને સાધનોનું મૂલ્યાંકન કરી નિર્ણય લેવો.... 6. સંજોગો વિપરીત હોય ત્યારે હંિમત હાર્યા સિવાય ધૈર્યપૂર્વક ઉચિત સમયની રાહ જોવી. બેબાકળા બનવું નહિ... 7. કોઈએ કહેલી વાત ઉતાવળે સાચી માની લેવી નહીં, કોઈના પર ઉતાવળે કશો આક્ષેપ કરવો નહિ... 8. પ્રેમ, મૈત્રી કે વિવાહમાં ઉતાવળ કરી પાછળથી પસ્તાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થવા દેવી... 9. ઉતાવળે કોઈને ગુરૂ ન બનાવવા કે ઉતાવળે કોઈના શિષ્ય ન બનવું... 10. કોઈ પ્રશંસા કરે એટલે ઉતાવળે ખુશ ન થવું કે ફૂલાઈ ન જવું પણ એવી પ્રશંસા કરવા પાછળનો ઉદ્દેશ તપાસી જવો.... 11. ઉતાવળે ન ખરીદી કરવી, ન વેચાણ કરવું, ઉતાવળે દેવું ન કરી બેસવું (વગર વિચાર્યે) ઉતાવળે ન કોઈને નોકરીએ રાખવો કે ઉતાવળે તેને જાકારો આપવો. ઉતાવળે ન પોલીસ ફરિયાદ કરવી કે ન ન્યાયાલયના દ્વાર ખટખટાવવા... જીંદગી મૂલ્યવાન છે, એને ઉતાવળે જીવી લેવાની લ્હાયમાં ધમપછાડા કરી જીંદગીની મૂલ્યવ ક્ષણોને વેડફી દેનારને કોઈ શાણો કહે ખરું????
Posted on: Sat, 17 Aug 2013 06:11:46 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015