પર્યુષણ- મહા - TopicsExpress



          

પર્યુષણ- મહા પર્વ. તા.બીજી સપ્ટેમ્બર થી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દિવસથી વિશ્વભરના જૈન સંઘોમાં તપ-દાન અને ભકિતનો ત્રિવેણી સંગમ થશે. ઈન્ડીયામાં મોટી સંખ્યામાં રહેલાં સાધુ-સાઘ્વીજી ભગવંતોની નિશ્રામાં જૈન શ્રાવકો જપ-તપનો પ્રારંભ કરશે. જયારે પર્યુષણ દરમિયાન સાધર્મિક ભકિત, ચૈત્ય પરિપાટી, અઠ્ઠમતપ મોટી સંખ્યામાં થશે. જયારે પર્યુષણ પર્વ દરમિયાન અનેક દેરાસરમાં ભગવાનને વિવિધ પ્રકારની આંગી પણ કરાશે. પર્યુષણ એટલે આત્મશુદ્ધિનું પર્વ. પર્યુષણ એટલે દેવ/ગુરુની નિશ્રામાં આત્માના નજીક વસવું. ચાતુર્માસ એટલે વર્ષ દરમિયાન જે કંઇ આરાધના-સાધના ઓછી વત્તી કરી હોય તે તમામની સમજૂતી પ્રવચન દ્વારા શ્રવણ કરવી એટલે કે વાર્ષિક કર્તવ્યો, દૈનિક કર્તવ્યો, પર્યુષણનાં કર્તવ્યો અને પરમ પવિત્ર કલ્પસૂત્રનું વિધિપૂર્વક શ્રવણ કરવામાં આવે છે. આત્મા પર લાગેલા રાગ-દ્વેષ અને કષાયોની કાલિમાને દૂર કરવા માટે પર્યુષણ પર્વની આરાધના કરવામાં આવે છે. આત્માને જાગૃત કરવાના પર્વ એવા પર્યુષણમાં અમારિ પ્રવર્તન, સાધર્મિક ભકિત, ક્ષમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી થાય છે. ઉપરાંત પૌષધ પણ મોટી સંખ્યામાં થશે. જયારે પર્યુષણ દરમિયાન કતલખાનાઓ પણ બંધ રહેતાં હોય છે, એટલું જ નહીં શકય તેટલા જીવદયાનાં કાર્યો પણ કરવામાં આવે છે...!! જૈન શાસન જયવન્તુ રહો !!!! વંદે વિરમ્ .....!! Paryushan is one of the two most important festivals for the Jains, the other being Diwali. Normally Svetambara Jains refer it as Paryushana, while Digambara Jains refer it as Daslakshana. At the conclusion of the festival, after performing the annual Pratikramana i.e., the Samvatsari Pratikramana, the Sravakas request each other for forgiveness for all offenses committed during the last year by saying “Micchami Dukkadam” to each other. Thus by forgiving everyone and requesting forgiveness from all we ligthen ourselves and our mind from past year’s misdeeds. “Mann vachan kaya se jaante hue ya ajante hue dil dukhaya ho to aapse Michhami Dukkadam” Khamemi Savve Jiva – I forgive all the living beings. Savve Jiva Khamantu Me – I Seek Pardon from all the living beings. Mitti Me Savva Bhutesu – I am Friendly towards all the living beings. Veram Majjham Na Kenvi – And Seek enmity with none. MICHHAMI DUKKADAM. – Forgive me For my Ignorance.
Posted on: Sun, 01 Sep 2013 10:56:58 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015