ગુજરાતી સાહિત્ય પરિષદના - TopicsExpress



          

ગુજરાતી સાહિત્ય પરિષદના આજીવન સભ્યો જોગ... 02-08-2013 ગુ.સા.પ.ની નવી ટર્મ માટેના પ્રમુખની વરણી બાદ હવે એની મધ્યસ્થ-કારોબારી માટેની ચૂંટણી માટેના મતપત્રકો ટૂંકસમયમાં રવાના થશે. છેક 1992થી અભ્યાસ અને ત્યારબાદ પત્રકારત્વમાંની સતત બદલાતી નોકરીઓ દરમિયાન તથા 2003માં દિવ્યભાસ્કરની શરૃઆત થતાં એમાં જોડાતાં પહેલાં સુધી ગુ.સા.પ.માં પણ 2000-2003 સુધી કરેલી નોકરી દરમિયાન હંમેશા સાહિત્યની સાથોસાથ રહેવાનું બન્યું છે. ગુ.સા.પ.માં ગુજરાતી સાહિત્યના ઇતિહાસ ખંડ-5 અને ખંડ-6માં સંદર્ભ સહાયક તરીકે સંકળાયા પછી તો ક્મશઃ ફરજના ભાગરૃપે પરબના ગૃહ-સંપાદનકાર્ય સાથે કાર્યકારી પ્રકાશન અને જનસંપર્ક અધિકારી તરીકે કામકાજ કરવાનું થયું. એમાં તત્કાલિન પ્રકાશનમંત્રી શ્રી હર્ષદ ત્રિવેદીના માર્ગદર્શન અને ગુ.સા.પ.ના કર્મચારીઓ (ખાસ તો શ્રી ચંદ્રકાંત ભાવસાર)ના સાથ-સહકારથી ત્વરિત પ્રકાશનો પ્રકાશિત કરી શકાયા. ગુ.સા.પ.ના વિવિધ સભાગૃહો અને ચી.મં.ગ્રંથાલય સંલગ્ન રહીને તત્કાલિન ગ્રંથાલય મંત્રી શ્રી પરેશ નાયક સાથે પણ કામ કરવાનું મળ્યું. ગ્રંથાલયમાં પુસ્તકની મોડાઇ 0.25 રૃપિયાથી વધારીને એક રૃપિયો કરવા સાથે સૌથી પહેલાં ગ્રંથાલય મંત્રીની રસીદ ફાડવાની ગુસ્તાખીનો લાભ પણ લીધો. પરિણામે એક જ મહિનામાં મોડાઇ પેટે રૃ. 6000ની રકમ એકઠી થઇ. આ બધાં કાર્યમાં તત્કાલિન ઉપપ્રમુખ શ્રી મનહર મોદીએ, પરિષદના નીતિનિયમો મુજબ કાર્ય કરવાની, પોતાના તરફથી લેખિત-પાવર ઓફ એટર્ની-આપવા સુધીનું સાહસ કરીને અનેરૃં પ્રોત્સાહન પૂરું પાડ્યું. થોડો સમય કવિલોકના અલભ્ય-ગ્રંથાલય સાથે પણ સંકળાવવાનું થયું. આ સમયગાળા દરમિયાન ગુ.સા.પ.ના પટાંગણમાં થયેલાં બે ભવ્યાતિભવ્ય પુસ્તકમેળામાં પણ એક સક્રિય ભૂમિકાની તક મળી. એટલું જ નહીં, પરિષદના કામકાજને લીધે ગુજરાતી ભાષાના એક અગ્રગણ્ય અખબાર ગુજરાત સમાચારમાં પણ સાહિત્ય વિષયક સાપ્તાહિક પાનુ-શબ્દ-સંપાદિત કરવાની તક આવી મળી. આ અને આવા તો અનેક સંસ્મરણો છે, ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા. આ બધાં આજે અચાનક અને અકારણ યાદ આવ્યા છે એવું લગીરેય નથી. સાહિત્ય અને પરિષદ બેય સાથેની સક્રિયતા તો અકબંધ છે જ પરંતુ હવે ગુ.સા.પ.ની આગામી મધ્યસ્થ-કારોબારીની ચૂંટણીમાં મને પણ સાહિત્યના એક વાચક-ભાવક તરીકે સંકળાવવા જેવું લાગતા, મેં પણ ઉમેદવારી નોંધાવી છે. આપ સર્વેને સુવિદિત છે જ કે દરેક સભાસદે કુલ 40 મત આપવાના હોય છે. એ 40માંના એક મતની મને પણ અપેક્ષા છે. આશા છે આપનો અને આપના આત્મીય મિત્રવર્તુળમાંથી ગુ.સા.પ.ના આજીવન સભ્ય હોય એવા દરેક સભ્યના, કુલ 40માં મતોથી એક અને અનન્ય કિંમતી મત મને મળશે. જેના આધારે આગામી સમયમાં ગુ.સા.પ.માં સક્રિયપણે સાહિત્યાભિમુખ-સમાજાભિમુખ કાર્ય કરી શકીશ. અને હા, મતદાન કર્યા પછી એ મતપત્રકને નીતિનિયમ મુજબ ગુ.સા.પ.ના સરનામે રવાના કરવાનું સહેજે ભૂલતાં નહીં. અને હા, મને આપના પરિષદઆજીવનસભ્યમિત્રવર્તુળના મતો મળે એ સંદર્ભે આપ આ નોંધને આપના સ્ટેટસમાં અપડેટ કરી શકો છો. આપનો ખૂબ-ખૂબ આભાર, -પરીક્ષિત જોશી
Posted on: Sun, 04 Aug 2013 14:17:22 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015