Aadshu patnio mate khatro મુંબઈ, 7 - TopicsExpress



          

Aadshu patnio mate khatro મુંબઈ, 7 ઓક્ટોબરમુંબઈની એક ફેમિલી કોર્ટે જણાવ્યુ છે કે, જો કોઈ મહિલા ઘરનું કામ ન કરે અને પતિને નોકરાણી રાખવાનું પ્રેશર કરશે તો તેને પણ માનસિક ત્રાસ ગણવામાં આવશે. આ સિવાય પત્ની સાસુને પણ ઘરેલુ કામ કરવા માટે મજબૂર ન કરી શકે. જો પત્ની દ્વારા આવુ કરવામાં આવશે તો તેને પણ માનસિક ત્રાસ ગણવામાં આવશે. આ વાતના આધારે પતિને છૂટાછેડા માગવાનો હક મળી શકે છે.મુંબઈ ફેમિલી કોર્ટ દ્વારા આ આધાર પર છુટાછેડા માગવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને મંજૂરી પણ આપી છે. પતિએ ફેમિલી કોર્ટમાં જણાવ્યુ હતું કે 20 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા અને તેમને બે બાળકો પણ છે. લગ્ન પછી તેઓ પરિવાર સાથે રહે છે પરંતુ તેમની પત્ની ખૂબ આળસુ છે. સવારે વહેલી નથી ઉઠતી, જમવાનું નથી બનાવતી અને ઘરના કામ માટે પણ ના પાડે છે. પત્ની તેના પતિ પર નોકરાણી રાખવા માટે પણ દબાણ કરે છે અથવા સાસુને કામ કરવા માટે દબાણ કરે છે.વધુમાં પતિએ દલીલ કરી હતી કે જ્યારે તે ઓફિસ જતો રહે છે ત્યારે તેની પત્ની કારણ વગર તેની સાસુ સાથે ઝગડો કરે છે અને ખોટા આરોપ પણ લગાવે છે. થોડા સમય પછીથી પત્નીએ તેના માતાપિતા સામે તેનું અપમાન કરવાનું પણ શરૂ કરી દીધુ હતું. પત્નીએ એક વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ ઘટના પછી પતિ તેના પરિવારથી અલગ રહેવા લાગ્યો પણ પછી પણ પતિ તેના પરિવારને મળે કે પરિવાર તેના ઘરે આવે તે તેમની પત્નીને ગમતું નહોતું. પતિની આ દલીલો સાંભળીને મુંબઇ ફેમિલી કોર્ટ દ્વારા મહિલાને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ મહિલાએ કોર્ટમાં હાજરી આપી ન હોવાથી ફેમિલી કોર્ટ દ્વારા એક પક્ષીય છુટાછેડા લેવાની મંજૂરી આપી દેવામાં
Posted on: Tue, 08 Oct 2013 06:35:45 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015