INTERNATIONAL ડુંગળીના મામલે - TopicsExpress



          

INTERNATIONAL ડુંગળીના મામલે ભારત-પાકિસ્તાન મંત્રણાઓ ભાંગી પડી. ભોજનમાં ડુંગળી ન પીરસાતાં ભારતીય અધિકારીઓ મંત્રણા છોડી ગયાં. - ...અને ડી-ગેંગ હવે ડુંગળીની દાણચોરીમાં સક્રિય - અમેરિકન વિદેશમંત્રીએ ડુંગળીની તંગીને લીધે ભારત યાત્રા મુલતવી રાખી NATIONAL NEWS - કાંદીવલી ખાતેથી નકલી કાંદાનો જથ્થો પકડાયો, આ જથ્થો પાકિસ્તાનથી નેપાળ માર્ગે મુંબઈમાં ઘુસાડાયો હોવાની આશંકા - કૃષિમંત્રીએ ડુંગળીના ભાવ નીચા આવે તે માટે બાધા રાખી - ડુંગળીના વેપારી મુકેશ દંતાણીએ પત્ની ને બર્થ ડે નિમિતે એરક્રાફ્ટ ભેટ આપ્યું. - ડુંગળી લઇ જતી ટ્રકના ડ્રાઈવરને ઝેડ પ્લસ સુરક્ષા - ડુંગળી હવાલાકાંડથી સંસદ ગુંજી ઉઠી SPORTS - ખેલ રત્ન એવોર્ડમાં મેડલ, સર્ટિફિકેટ સાથે ખેલાડીને ૨૦ કિલો ડુંગળી અપાઈ. - મહારાષ્ટ્ર ડુંગળીનો વેપારી અગામી આઈપીએલમાં પોતાની ટીમ ઉતારશે. - ભારતીય કુસ્તીબાજનાં ડોપ ટેસ્ટમાં ડુંગળી સુંઘતો હોવાનું બહાર આવ્યું. GUJARAT - પાલનપુર ખાતે ડુંગળી મ્યુઝિયમ ઉભું કરવા માટે કરાર થયા. - ગુજરાત પ્રવાસ દરમિયાન ભોજનમાં ડુંગળી પીરસાતા ટોચના ઉદ્યોગપતિઓ ગુજરાતની આર્થિક સ્થિતિ વિષે નિશ્ચિંત. - પડોશમાં રોજ થતાં ડુંગળીના વઘારથી કંટાળી સુરેન્દ્રનગરમાં પડોશીની હત્યા - સતલાસણામાં દહેજમાં ૧૦૦ કિલો ડુંગળી માંગી હોવાની પોલીસ ફરિયાદ - પલસાણામાં ડુંગળીનાં ભજીયા ખવડાવવાની લાલચ આપી તરુણીને ફોસલાવી - પોલીસકર્મી રંગે હાથ ડુંગળી લેતા ઝડપાયો. - ઉપલેટામાં સાસુએ ડુંગળી ખાવાની ના પાડતા પરણિતાએ કુવો પૂર્યો - અપહરણકારોએ અપહૃતની મુકિત માટે ૭૫ લાખની ડુંગળી માંગી AHMEDABAD - જમાલપુર ખાતે શાકભાજીની લારી લઇ ઉભા રહેતા અમથા મગનનાં ત્યાં ઇન્કમટેક્સનાં દરોડા. બે કરોડની બેનામી આવક જાહેર. - પોલીસ વસ્ત્રાપુરમાં ડુંગળી બાર પર ત્રાટકી. આઠ નબીરા ડુંગળી સુંઘતા પકડાયા - સીજી રોડ પર ડુંગળીનાં શો-રૂમનું જાણીતા અભિનેતા જમરૂખે ઉદ્દઘાટન કર્યું - માણેકચોકમાં ‘આગળ પોલીસ ચેકિંગ છે’ એમ કહી ગઠિયાએ વૃદ્ધાને ‘ડુંગળી આ થેલીમાં મૂકી દો’, એમ કહી ૮૫ હજારની ડુંગળીની તફડાવી. - પશ્ચિમમાં એક સ્કુલના સંચાલકે એડમિશન ઇન્ટરવ્યુંમાં બાળકોને ‘ઘરમાં અઠવાડિયામાં કેટલા દિવસ ડુંગળી ખાવ છો’? એવો પ્રશ્ન કરી તેમના વાલીની ડોનેશન આપવાની ક્ષમતા નક્કી કરી. - અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડમાં ડુંગળી વસુલશે. આમ થવાથી શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી થશે એવો ડીસીપી-ટ્રાફિકને વિશ્વાસ. - ડુંગળી પર લખેલી કવિતા ‘ડુંગળી, આંખ, પાણી અને રોટલો’ બદલ કવિ અધીર અમદાવાદીને સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર.
Posted on: Fri, 23 Aug 2013 05:01:17 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015