Specialty of Gujarat દરેક ગુજરાતીના - TopicsExpress



          

Specialty of Gujarat દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે. તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર.... વાચકો તરફથી મળેલા ફિડબેકના આધારે અમે અહીં અમદાવાદના વિસ્તાર અને બ્રાન્ડ નેમ પ્રમાણે કઇ વસ્તુ વખણાય છે તેની યાદી બનાવી છે. તમે અમદાવાદ કે રાજ્યના અન્ય શહેરોની આવી યાદી મોકલાવી શકો છો. અમદાવાદ: લકીના મસ્કાબન, સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા, છત્રભૂજની સેન્ડવીચ, જશુબેનના પિઝા, વિજય અને જયભવાનીના વડાપાંવ, કર્ણાવતીની દાબેલી, મણીનગરના માસીની પાણીપૂરી, ગીતાની સમોસા-કચોરી, શંભૂની કોફી, દાસના ખમણ-સેવખમણી, લક્ષ્મીના ગાંઠિયા, આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી, જવેરવાડની પાણીપૂરી, મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ, વિદ્યાપીઠ પાસેના થેપલા, ગુજરાતના દાળવડા, ફરકીના ફાલૂદા, પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી, વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન, યુનિવર્સિટીના ઢોસા, બાપુનગરના ગોંડલના ગાઠિયા, દિનેશના ભજિયા, સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ, જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ, રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ, શંકરનો આઇસ્ક્રીમ, મણિનગરના ટામેટાના ભજિયા, વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી, વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ, કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક, મરચી પોળનું ચવાણું, દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા, જુના શેર-બજારનું ચવાણું, જવેરીવાડના ચોકલેટ પિઝા, સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ, સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ, હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ, પાંચ કૂવાની ફૂલવડી, લક્ષ્મી બેકરીની પેટિસ, શ્રી રામના ખમણ, ઓનેસ્ટના ભાજી-પાંવ, મોતી બેકરીની નાનખટાઇ, ચંદ્ર વિલાસના ફાફડા જલેબી, સૌરાષ્ટ્રના ફાફડા રાજકોટ: મયૂર અને મનહરના ભજિયા, જય અંબે, ખેતલા આપા અને મોમાઈની ચા, રામ ઔર શ્યામના ગોલા, સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી, ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ, કરણપરાના બ્રેડ કટકા, એરપોર્ટ ફાટક પાસેના ઢોસા, જોકરના ગાંઠિયા, સુર્યકાંતના થેપલા-ચા, જય સિયારામના પેંડા. રસિકભાઈનો ચેવડો, જલારામની ચિકી, ગોરધનભાઈનો ચેવડો, આઝાદના ગોલા, બાલાજીની સેન્ડવીચ, અનામના ઘુઘરા, ઇશ્વરના ઘુઘરા, રાજુના ભાજી પાંવ, મગનલાલનો આઇસ્ક્રીમ, સોનાલીના ભાજી પાંવ, સાધનાની ભેળ વડોદરા : દુલ્હીરામના પેંડા, નાળિયરે પાણીની સિંગ, મહાકાલીનું સેવઉસલ, પારસનું પાન, ભાઇભાઇની દાબૅલી, શ્રીજીના વડાપાંવ અમરેલી : ચક્કાભાઈની ચા, જયહિન્દના ગોટા, ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી, હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા, ભગતનું ઉંધીયુ, મહારાજના ભાજીપાંવ ધારી: કનૈયા ડેરીનો શીખંડ ભૂજ : બાસૂદી ગોળા, રજવાડી ગોળા, આઇસ્ક્રીમ ગોળા, વાણિયાવાડ ખાવડાના સાટા, પકવાન અને ગુલાબપાક, ગોવિંદજીના પેંડા, સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા, રાજેશના સમોસા, જગદંબના પરોઠા, ઉકાનું પૂરી-શાક, સિકંદરની સિંગ,જલારામના વાળા-પાંવ જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ, વલ્લભભાઈના પેંડા, જનતા ફાટકના વણેલા ગાંઠિયા, જગદિશનો ફાલુદો, ગીતાનો આઇસ્ક્રિમ, જવાહરના પાન, દિલિપના ઘુઘરા મહેસાણા : સહયોગના પેંડા આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી દાહોદા : બાદશાહ કૂલ્ફી ગોધરાઃ પેટ્રોલ પંપના ભજીયા, ગાયત્રીની લસ્સી, શંકરની ભાજી-પાવ, ગોપાલનો ગોટો બોટાદ : જેરામભાઈનો ચેવડો મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા, કાનાની દાબેલી, ભારતની પાણી પુરી,મયુરના ભજીયા નવસારી: વિકાસના સમોસા, મામાની પેટીસ અમદવાદના મસ્કાબન, કટિંગ ચા, મકરસંક્રાતિ સુરતનું જમણ, ઘારી, સુરતણફેણી, ખમણ ઢોકળા, ઉઘીયું અને લોચો રાજકોટની ચીકી, પેંડા, બ્રેડ કટકા અને રંગીલી પ્રજા વડોદરાનો લીલો ચેવડો, ભાખરવડી અને નવરાત્રિ જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ અને પાન કચ્છની દાબેલી, ગુલાબપાક, કળા કાળિગીરી અને ખુમારી મોરબીના તળીયા (ટાઇલ્સ), નળિયા અને ઘડીયાલ ભરુચની ખારી શિંગ સુરેન્દ્રનગરના સેવમમરા, કચીરીયું અને શીંગ ભાવનગરના ગાંડા, ગટર, ગાંઠિયા અને ફૂલવડી પાલનપુરનું અત્તર, પેંડા, ખાખરા અને હીરાના વેપારી સોરઠનો સાવજ, કેસર કેરી અને અડીખમ ગિરનાર પાટણની રેવડી, દેવડા અને પટોળા પોરબંદરની ખાજલી, ગોટી સોડા અને માફિયા નવસારીની નાનખટાઇ ખંભાતનું હલવાસન ડાંગનો ચોખ્ખાનો રોટલો, નાગલી, વાંસનું શાક અને ડાંગ દરબાર વલસાડના ચીકુ અને હાફૂસ ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ પંચમહાલની તાડી અને મહુડો
Posted on: Sat, 31 Aug 2013 12:03:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015