genius is curse, talent is disease ! આ મારું જ - TopicsExpress



          

genius is curse, talent is disease ! આ મારું જ ક્વોટ આજે અનાવૃત કોલમના લેખમાં છપાવામાં ( મારા લખવામાં નહિ) જરા જુદું થઇ ગયું. વાંક એટલે નથી કે એકદમ ઉતાવળમાં પૂર્તિ રજાઓને લીધે કમ્પોઝ કરવાની આવી ( મેં લેખ પણ ફોન આવ્યા પછી તત્કાળ લખ્યો ). એમ તો પ્રિન્ટમાં રાબેતા મુજબની જોડણીભૂલો ( જેમ કે, પંક્તિને બદલે પંકિત) કોઈના ધ્યાન પર ગુજરાતીની હોઈને ઓછી આવે- પણ અંગ્રેજી ફિલ્મોના નામ સાચા જણાવવા મારી ફરજ બને : મેચ નહિ પણ પેચ એડમ્સ અને બાયોસેન્ટીમેન્ટલ મેન નહિ પણ બાયસેન્ટેનિયલ મેન યાને દ્વિશતાબ્દી જીવેલો માણસ. રોબિન વિલિયમ્સની એ ફિલ્મ પણ બહુ ખૂબસુરત હતી. એક રોબોટ ૨૦૦ વર્ષ જીવે છે, અને ફીલિંગ અનુભવે છે એનો પ્લોટ છે. ઝિંગ થિંગ ઉપરાંત એનો રોબો(ટ)ના પ્રેમમાં પડેલી હિરોઈનના મુખે મુકાયેલો એક ઓર ડાયલોગ મમળાવો : Whats right for most people in most situations isnt right for everyone in every situation! Real morality lies in following ones own heart. I like you. I even understand you some of the time. But Im not about to invest my emotions in a machine. મશીનની જેમ કશું અનુભવ્યા વિના ઉંમરમાંથી પસાર થી જતા જીવવામાં પણ નકલ મારતા રહેતા માણસ (??)ને રોબો જ કહેવાય, અને એને પ્રેમ કેવી રીતે થાય ? તો ય લોકો તો આવાને પરણીને જન્મારો ય કાઢી નાખે છે ! ;) :P
Posted on: Wed, 20 Aug 2014 05:52:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015