એક ઓરડામાં ચાર મિણબતીઓ - TopicsExpress



          

એક ઓરડામાં ચાર મિણબતીઓ ધીમે ધીમે સળગી રહી હતી. ઓરડામાં આ ચાર મિણબતીના કારણે પુરતો પ્રકાશ હતો. ચારે મિણબતીઓ અંદરો-અંદર વાતો કરી રહી હતી. પ્રથમ મિણબતીએ કહ્યુ , હું શાંતિ છું. કોઇને મારી કંઇ જ પડી નથી. બધા માત્ર મને મેળવવાની અને સાથે રાખવાની વાતો કરે છે પરંતુ કોઇ મને મેળવવા કે સાથે રાખવાનો યોગ્ય પ્રયાસ કરતું જ નથી. મને લાગે છે કે હું હવે વધુ સમય પ્રકાશિત નહી રહી શકુ આટલુ બોલતા-બોલતા જ પ્રથમ મિણબતી ઓલવાઇ ગઇ. બીજી મિણબતીએ પોતાની વ્યથા વર્ણવતા કહ્યુ, હું પ્રેમ છું. હવે તો લોકોએ મને જીવવા જેવો નથી રહેવા દીધો. મને બહુ બદનામ કરી દીધો છે. દુ:ખ તો એ વાતનું છે કે લોકોએ મારી સાથે પણ સ્વાર્થને જોડી દીધો છે. પોતાના મતલબ માટે મારુ ગળુ દબાવી દેવાનું હવે સાવ સહજ થઇ ગયુ છે. મને લાગે છે લોકોને મારી બહું જરુર નથી. આટલુ બોલતાની સાથે બીજી મિણબતી પણ બુઝાઇ ગઇ. ત્રીજી મિણબતીએ અત્યંત દુ:ખી હદયે પોતાની વાત કરતા કહ્યુ , હું વિશ્વાસ છું. એક સમય હતો જ્યારે મારી બોલ-બાલા હતી. આજે તો મારી સાથે જ દગો થાય છે. અરે પતિ-પત્નિ જેવા ખુબ નાજુક સંબંધોમાં પણ મને હવે સ્થાન નથી. હું જાઉં તો ક્યા જાઉં ? મને યુવાનીમાં જ વૃધ્ધાવસ્થા આવી ગઇ છે હવે બહુ ઓછા શ્વાસ બાકી રહ્યા છે. બોલતા-બોલતા જ ત્રીજી મિણબતી રડી પડી અને પોતાના આંસુથી જ ઓલવાઇ ગઇ. અચાનક ઓરડાનો દરવાજો ખુલ્યો અને એક નાનો બાળક ઓરડામાં દાખલ થયો. એણે જોયુ કે ત્રણ મિણબતીઓ ઓલવાઇ ગઇ હતી આથી તે ખુબ દુ:ખી થયો. એણે ફરિયાદના સ્વરમાં બુજાયેલી આ મિણબતીઓને કહ્યુ , તમે એક બાળક તરિકે મને અન્યાય કર્યો છે. મારા આવતા પહેલા જ તમે તમારી જાતને ખતમ કરી દીધી. તમારે મારા માટે પ્રકાશિત રહેવાની જરુર હતી. બાળકની આ વાત સાંભળી રહેલી ચોથી મિણબતી બાળક પાસે ગઇ. હજુ પણ પ્રજ્જ્વલ્લિત આ મિણબતીએ બાળક ને કહ્યુ , બેટા કોઇ ચિંતા ન કર હું છું ને હજુ. ચાલ આપણે બંને સાથે મળીને આ બુઝાયેલી ત્રણે મિણબતીઓને પુન:પ્રગટાવિએ. બાળકે આશ્વર્ય સાથે ચોથી મિણબતીને પુછ્યુ આપ કોણ ? ચોથી મિણબતીએ બાળકના માથા પર પ્રેમથી હાથ ફેરવતા- ફેરવતા કહ્યુ , બેટા હું આશા છું મિત્રો, જીવનમાંથી લુપ્ત થઇ રહેલા કે થઇ ગયેલા શાંતિ, વિશ્વાસ અને પ્રેમને પુન: પ્રાપ્ત કરવા હોય તો આશાની મિણબતીને ક્યારેય બુઝાવા ન દેતા. આશા જીવંત હશે તો શાંતિ, વિશ્વાસ અને પ્રેમ પણ જીવંત થશે.
Posted on: Tue, 19 Nov 2013 15:39:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015