ક્રાંતિ કદી સમુહવાચક - TopicsExpress



          

ક્રાંતિ કદી સમુહવાચક ક્રિયા ન હોઈ શકે। ઈતિહાસ ગવાહ છે કે, ક્રાંતિના સામુહિક પ્રયાસથી તખ્ત કે વ્યવસ્થા કદાચ બદલી શકાય પણ માનસિકતા નથી બદલાતી। એ માટે વ્યક્તિગત અને નીચેથી ઉપરની દિશાનું પરિવર્તન જ ધીમો પણ નક્કર અને મક્કમ બદલાવ લાવી શકે એ વિચાર આ કથાનો પાયો છે। એક તરફ પરિવર્તન લાવવાની સંવેદનશીલ ખ્વાહિશ છે તો બીજી તરફ ક્રાંતિનો સ્વાંગ ઓઢીને ઉભેલી છલના છે। એક તરફ સપનાં અને ઉમ્મીદોનો ઘુઘવાટ છે તો બીજી તરફ રાષ્ટ્રવાદના રૂપાળા મુખવટા હેઠળ છુપાયલા અંગત સ્વાર્થનો ઘૂરકાટ છે। મિત્રો જો તમે ધૈવત ત્રિવેદી ની કોલમ સમર હિલ ગુજરાત સમાચાર માં વાંચતા હો તો એમની સૌ પ્રથમ સુપર સસ્પેન્સ નવલકથા લાઈટ હાઉસ અચૂક વાંચજો ઘેર બેઠા કેશ ઓન ડીલીવરી થી પુસ્તક મેળવવા કોલ કરો: 7405479678 અથવા ક્લિક કરો: dhoomkharidi/books/light-house-detail
Posted on: Mon, 14 Jul 2014 09:20:15 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015