ફેસબુકિયાઓ ધ્યાન આપે: 63 - TopicsExpress



          

ફેસબુકિયાઓ ધ્યાન આપે: 63 વર્ષની એક મહિલા વ્યસનમુક્તિ કેન્દ્રમાં ગઈ. અંદર પ્રવેશતા જ તેણે અલગ-અલગ કેટલાય વિભાગો જોયા જેમ કે, ધૂમ્રપાન મુક્તિ વિભાગ, મદ્યપાન મુક્તિ વિભાગ, સાસ-બહુ સીરીયલ મુક્તિ વિભાગ વગેરે. પણ તેને જ્યાં જવું હતું એ વિભાગમાં તો સૌથી વધુ દર્દીઓ હતા, એ હતો ફેસબુક વ્યસનમુક્તિ વિભાગ. પચાસેક જેટલા ફેસબુકીયાઓ ત્યાં પોતાના વારાની રાહ જોતા હાથમાં ફોન/ટેબ લઈને બેઠા હતા. એ મહિલાએ પોતાના વારા માટે ઘણી રાહ જોવી પડી. અંતે તેનો નંબર આવતા તે અંદર ગઈ. હવે એણે કાઉન્સેલરને પોતાની સ્ટોરી સંભળાવવાની શરૂઆત કરી. મારા ગ્રાન્ડસનના કહેવાથી મેં fb શીખ્યું, અને જોતજોતામાં તો એની એવી લત લાગી કે હું રાત્રે ઉઠીને પણ નોટીફિકેશંસ ચેક કરવા લાગી. hmmm... તો હવે એ કહો, fb તમને આટલું બધું કેમ ગમે છે? સાહેબ, fb છે તો એવું લાગે છે કે હું ખરેખર જીવું છું. રીઅલ લાઈફમાં મારા 6-7 જ ફ્રેન્ડઝ છે પણ યુ નો, fbમાં તો i have 794 ફ્રેન્ડઝ! અને તમને ખબર છે, નાનુ ગલુડીયુ પણ મારા fb ફ્રેન્ડ છે! નાનુ ગલુડીયુ?? એ કોણ? એ તો ખબર નહી, પણ fbમાં એમના 5000 ફ્રેન્ડસ અને 1330 ફોલોઅર્સ છે! isnt it great? ઠીક. તમને શું લાગે છે, fbથી તમને શું ફાયદા થયા છે? અરે સાહેબ! હું મારી સ્કુલ- કોલેજની સહેલીઓને રોજ મળી શકું છું, ગપ્પા મારી શકું છું, ફોટોઝ શેર કરી શકું છું, ગેમ્સ રમી શકું છું! વેલ મેડમ, એવું નથી લાગતું કે આ બધું તો તમે રીઅલમાં મળીને પણ કરી શકો?? હા પણ fb જેવી મજા નહી! રીઅલમાં બહાર જવું હોય તો ફ્રેશ દેખાવું પડે, નવા કપડા પહેરવા પડે, મેકઅપ કરવો પડે, જયારે fbમાં તો બધ્ધું ચાલે! એક સારું પ્રોફાઈલ પિક્ચર મૂકી દો એટલે બસ! અને ટાઈમ પણ ન બગડે. રસોઈ કરતા- કરતા, ઘરની સફાઈ કરતા-કરતા, ગમ્મે ત્યારે ચેટીંગ કરી શકાય! hmmm.. અચ્છા તો પ્રોબ્લેમ ક્યાં થયો? પ્રોબ્લેમ કાલે થયો. શું થયું? મારા હસબન્ડે મને fbમાં મેસેજ કર્યો, ડાર્લિંગ, હું 5 દિવસ પહેલા ઘર છોડીને ચાલ્યો ગયો છું, એ તારી જાણ ખાતર. માય ગોડ!! પછી??? પછી શું? મેં એમને અનફ્રેન્ડ કરી દીધા! હહહહહહહહહહહહહહહ હ
Posted on: Mon, 02 Dec 2013 10:08:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015