હિન્દી ફિલ્મોના અભિનેતા - TopicsExpress



          

હિન્દી ફિલ્મોના અભિનેતા કે. કે. કૃષ્ણકાન્ત સાથે એક સાંજ આજે ૧૦મી નવેમ્બર, ૨૦૧૩ મારા અને મારા મિત્રો માટે યાદગાર રહેશે. હું (જનક નાયક), મારા વેવાઈ રમણભાઈ નાયક, જમાઈ જ્વલંત નાયક, મિત્રો ગૌતમ દેસાઈ અને ચંદ્રકાન્ત મેવાવાલા કે. કે.ને ત્યાં ગયા હતા. હિન્દી ફિલ્મોના જુના સંભારણા વાગોળવાની મજા આવી. ખાસ તો નામી અભિનેતા હોવા છતાં અત્યંત વિનમ્ર અને માણસ માત્રને સન્માનથી જોનાર. એમની પાસેથી મારા જેવાને તો ઘણું શીખવાનું છે. અહંકાર સહેજે નહી, પોતે ઉંમરમાં અને કામમાં પણ ખુબ મોટા હોવા છતાં આપણને એટલું માન - સન્માન આપે, આપણી એટલી પ્રશંશા કરે કે આપણે તો એમના પ્રેમમાં જ પડી જઈએ. એમનું વ્યક્તિત્વ એવું કે એક વખત મળીએ તો ક્યારેય ભૂલાય નહી. સાથે લાગે કે મિત્ર હો તો કે. કે. જૈસા. એમની સાથેની કેટલીક તસ્વીર આપને ગમશે.
Posted on: Sun, 10 Nov 2013 16:05:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015