Jai Swaminarayan મહારાજે - TopicsExpress



          

Jai Swaminarayan મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું જે, અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં તે તે ધામમાં તમારાં વખાણ થાય છે; તે તમમાં એવી શી મોટપ છે જે, સર્વે તમારાં વખાણ કરે છે ? એમ કહીને બોલ્યા જે, આ તુંબડી ફૂટી જાય તો સાજી કરતાં આવડે ? ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, ના મહારાજ ! ત્યારે મહારાજે કહ્યું જે, તમે તમારી મોટપને જાણતા નથી. એમ કહીને બોલ્યા જે, લ્યો અમે જ કહીએ. એમ કહીને કહ્યું જે, આ પચાસ કરોડ જોજન પૃથ્વી છે ને તેથી દસ ગણું જળ છે ને તેથી દસ ગણું તેજ છે ને તેથી દસ ગણો વાયુ છે ને તેથી દસ ગણો આકાશ છે ને તેથી દસ ગણો અહંકાર છે ને તેથી દસ ગણું મહત્તત્ત્વ છે ને તેથી દસ ગણા પ્રધાનપુરુષ છે ને તેથી અનંતગણા પ્રકૃતિપુરુષ છે ને તે પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ છે; ને તે ધામમાંથી લાખ મણ લોઢાનો ગોળો પડતો મૂકીએ, તો વાને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર આવે ત્યારે રજ ભેળો રજ થઈ જાય, એટલું છેટું છે; પણ જો આંહીં અલ્પ જેવો જીવ હોય ને તેને તમે એમ ધારો જે, આ જીવ આઠ આવરણ પાર અક્ષરધામમાં જાય, તો તત્કાળ જાય. જેમ જંતરડામાં ઘાલીને પાણો ફગાવી નાખે૧ એવું તમારા કાંડાને વિષે બળ છે પણ તેને તમે જાણતા નથી. એમ કહીને કહ્યું જે, એવી મોટપ તમમાં આવી છે તેનું કારણ કહું તે તમે સાંભળો જે, સર્વ થકી પર જે અક્ષરધામ, તેને વિષે બિરાજમાન એવા જે ભગવાન તેનો તમારે સાક્ષાત્કાર સંબંધ થયો છે. એવી રીતે ઘણી વાર્તા કરી.(૩/૩) ૧. ખેડૂતો ખેતરમાં અનાજ પાકે ત્યારે ઊંચો માંચડો બાંધી પથ્થર દ્વારા પક્ષીઓ ઉડાડે. એ પથ્થર દૂર ફેંકવો હોય તો સૂતરથી ગૂંથેલો ગોફણ જેવો જંતરડો ઉપયોગમાં લે. તેમાં પથ્થર મૂકી ગોળ ગોળ ફેરવે ને ધીમેથી એક છેડો છૂટો કરે એટલે ગતિમાં ફરતો પથ્થર દૂર જઈને નિશાન પર પડે Maharaj asked Muktanand Swami, Whichever abodes I go to, you are praised there. So, what is your greatness that all praise you? Having said this, he asked, If this wooden water pot breaks, can you repair it? Then Muktanand Swami said, No Maharaj. So, Maharaj said, You do not now your own greatness. Having said this, he continued, Here, I will describe it. Then he said, This earth is very big and ten times greater than earth is water, and ten times greater than water is light; and ten times greater than light is air, and ten times greater than air is space; and ten times greater than space is ahamkãr; and ten times greater than ahamkãr is mahatattva; and ten times greater than mahatattva is Pradhan-Purush. And an infinite times greater than Pradhan-Purush is Prakruti- Purush. And above this Prakruti-Purush is Akshardham. And from that abode, if we drop a huge iron ball weighing 100,000 tonnes, then by the time it reaches earth, due to erosion from the atmosphere, it becomes a particle of dust. Thats how far it is. But if there is an insignificant jiva here and if you so wish that this jiva goes to Akshardham, transcending the eight barriers, then it will go there immediately. Just as a stone gripped in a sling1 is thrown away, such is the power in your wrist that you can push a jiva to Akshardham, but you do not know it. Continuing, he said, Listen, I will tell you the reason why you have such greatness. You have association with the manifest human form of God who is seated in Akshardham, which is above all.(3/3) 1. To scatter the birds, farmers throw stones. To scatter birds that are at a distance, the stone is tied to a sling and the sling is repeatedly revolved and then released to hit the target area.
Posted on: Sun, 30 Nov 2014 04:32:53 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015