It was an honour and matter of pride for me to dedicate Indian - TopicsExpress



          

It was an honour and matter of pride for me to dedicate Indian Coast Guards two interceptor vessels at Porbandar. When the importance of coastal security & Indian Coast Guard is proving instrumental in security of the country, induction of these two vessels is a step forward towards safeguarding coastline of Gujarat. આજે સવારે પોરબંદર ખાતે ભારતીય તટરક્ષક દળના બે નવા ઇન્‍ટરસેપ્‍ટર જહાજ રાષ્ટ્રને સમર્પિત કરવાની ગૌરવશાળી તક મળી. ગુજરાતના 1600 કિ.મી. લાંબા સમુદ્રી તટની સુરક્ષા હેતુ ભારતીય તટરક્ષક દળનું મહત્વ વધતું જાય છે ત્યારે આ જહાજોનો ઉમેરો થવાથી તટીય સુરક્ષા વધારે સુદ્રઢ થશે. ગુજરાતની દરિયાઈ સરહદેથી તસ્કરી, દાણચોરી, આતંકવાદી અને દેશવિરોધી પ્રવૃત્તિઓને ખાળવા તથા પડોશી દેશો આપણા નિર્દોષ માછીમારોને તેમની બોટ સાથે ઉપાડી જઈને બંધક બનાવે છે તેને રોકવા માટે આપણે હવે વધારે સક્ષમ થયા છીએ. દેશનો 50% જેટલો કાર્ગો ગુજરાતનાં બંદરોથી જાય છે. સામુદ્રિક વ્યાપારના મહત્વને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે વધારાની સમુદ્રી ચેકપોસ્ટની મંજૂરી પણ આપેલ છે જેને કારણે ગુજરાતનાં બંદરો પરથી સરળ અને સુરક્ષિત સમુદ્રી વ્યાપારમાં વધારો થઈ શકશે. ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને ગુજરાતની દરિયાઈ સરહદની સુરક્ષામાં વધારો કરતાં આ જહોજો સમર્પિત કરતાં હું ભારતીય તટરક્ષક દળને અનેક શુભકામનાઓ પાઠવું છું.
Posted on: Sat, 15 Nov 2014 06:03:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015