નદીની રેતમાં રમતું નગર - TopicsExpress



          

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, and its English Translation. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે. ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે. રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. THE CITY Adil Mansuri This city at play on the river’s sandbed may vanish and never flash on memory’s screen. Let me breathe in deeply this sea of scents, the smell of this fresh, wet mud. Who knows if I will ever see again these familiar faces, this glance, this glancing smile. This window, this street, this wall, this house, these lanes – eyes, have your fill of the city. Embrace these loved ones. Who knows what final partings lie in the years ahead. O you who bid us goodbye, you live in our eyes; what matter then if we find no fellow-travellers. Touch this country’s dust to your head, O Adil, you may never ever tread this dust again
Posted on: Sat, 30 Aug 2014 18:50:01 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015